Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

રોગચાળો તો નિમિત્ત માત્ર છે બાકી જન્મ અને મૃત્યુ ઇશ્વરના હાથમાં છે:ધારાસભ્ય ગોવિંદ પટેલની જ્ઞાનવાણી

આરોગ્ય કમિશનર જયંતી રવિ રાજકોટ દોડી આવ્યા :સિવિલ હોસ્પિટલમાં હાઇપાવર કમિટીની બેઠક યોજાઈ

રાજકોટ ;રાજકોટમાં તાવના કારણે એક બાળકનું મૃત્યુ થયું હતું રોગચાળાના મુદ્દે આરોગ્ય કમિશનર જયંતિ રવિ દોડી આવ્યા હતા અને સિવિલ હૉસ્પિટલમાં હાઇપાવર કમિટીની બેઠક યોજાઈ હતી ત્યારે પૂર્વ રાજકોટના ભાજપના  ધારાસભ્ય ગોવિંદ પટેલે જ્ઞાનવાણી વહાવી છે .

  ગઈકાલે રાજકોટમાં તાવના કારણે એક બાળકનું મોત થયું હતું. આ મોત રોગચાળા કારણે થયું છે ત્યારે તંત્ર શું પગલાં ભરી રહ્યું છે એવો સવાલ પૂછતાં ગોવિંદ પટેલે કહ્યું હતું કે રોગચાળો તો માત્ર નિમિત્ત માત્ર છે બાકી જન્મ અને મૃત્યુ ઇશ્વરના હાથમાં છે

  “અતિવૃષ્ટીના કારણે અને ગટરો ઉભરાઈ જવાના કારણે રોગચાળાની સ્થિતિ સર્જાઈ છે. સરકાર સતર્ક છે. આજે સરકાર દ્વારા હાઇપાવર કમિટીની મિટિંગ રખાઈ છે. મારા અનુભવે આપણે જે જે રજૂઆતો કરી છે તે મુદ્દે સરકાર એક્શન લઈ રહી છે. આજે રાજકોટની હૉસ્પિટલમાં ખામીઓ જે કાઈ પણ ખામીઓ હશે તે દૂર કરાશે. રોગચાળો હોય કે અકસ્માત હોય કે પછી હાર્ટ એટેક હોય આ તમામ બાબતો મૃત્યુ માટે નિમિત્ત બનતી હોય છે બાકી જન્મ અને મૃત્યુ ભગવાનના હાથમાં છે.

(12:42 pm IST)