Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

લોકમેળો તૈયારઃ સાંજથી પ્રારંભઃ તંત્ર સાબદુઃ લોકો આનંદ વિભોર

રાજકોટ :.. કલેકટર તંત્ર દ્વારા આયોજીત 'મલ્હાર' લોકમેળો તૈયાર થઇ ગયો છે, સર્વત્ર આનંદ...આનંદ...છે, તસ્વીરમાં ઉંચા ફજત ફાળકા સહિતની રાઇડો... મોતના કુવાને અપાતો આખરી ઓપ, ઉભા કરાયેલા, વોચ ટાવર, આઇસ્ક્રીમ ચોકઠા, તૈયાર થતુ જમ્પીંગ જેક-રોકેટ, મોબાઇલ ટોયલેટ, મુકાયેલ કચરા પેટીઓ અને બહારની સાઇડ લોકો માટે વિનામુલ્યે પાણીના પરબો ઉભા કરાયા તે નજરે પડે છે, સાંજે ૬ વાગ્યાથી પ્રારંભ થશે, તમામ તંત્રો સાબદા બની ગયા છે, લોકો આનંદ વિભોર બની જશે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(11:36 am IST)