Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

રાજકોટમાં બપોર બાદ ધોધમાર દોઢ કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો :

યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, ઢેબર રોડ, 150 ફૂટ રિંગરોડ, રૈયારોડ અને મવડી વિસ્તારમાં પાણી ભરાયા

રાજકોટ :રાજકોટમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો ભારે વરસાદના કારણે શહેરના યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, ઢેબર રોડ, 150 ફૂટ રિંગરોડ, રૈયારોડ અને મવડી વિસ્તારમાં પાણી ભરાયા હતા માત્ર દોઢ કલાકમાં દોઢ ઈંચથી વધુ વરસાદ પડતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

   રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પોણા ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ રાજકોટ શહેરમાં વરસ્યો છે. ભારે વરસાદથી ન્યારી-એક અને અટલ સરોવરમાં નવા નીરની આવક થઈ છે. રાજકોટમાં મોસમનો કુલ 21 ઈંચ વરસાદ નોંધાયો છે.

(10:02 pm IST)