Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

લેબ ટેકનીશીયન કોર્ષની પ્રવેશ પ્રક્રિયામાં અન્યાય દુર કરો

રાજકોટ : પી.ડી.યુ. મેડીકલ કોલેજમાં લેબ ટેકનીશીયન કોર્ષની પ્રવેશ પ્રક્રીયાના મેરીટ લીસ્ટમાં એસસી, એસટી, ઓબીસીને ઓપન કેટેગરીમાં આવતા હોવા છતા તેમને રીઝર્વ સીટમાં ગણી અન્ય કરાયો હોવા અંગે શહેર કોંગ્રેસ અનુસુચિત જાતિ વિભાગના ચેરમેન નરેશ સાગઠીયા અને પ્રદેશ કોંગ્રેસ ડેલીગેટ સુરેશ બથવારના નેતૃત્વ હેઠળ મેડીકલ કોલેજના પ્રિન્સીપાલને રજુઆત કરવામાં આવી છે. અનામત કેટેગરીના વિવદ્યાર્થીઓ હાઇએસ્ટ મેરીટ હોય તો તેમને ઓપન કેટેગરીમાં ગણવા જોઇએ તેવી રજુઆત કરાઇ હતી. આ રજુઆતમાં ગોવિંદભાઇ ચાવડા, જયંતભાઇ ગોહીલ, હરેશભાઇ પરમાર, કરશનભાઇ મુછડીયા, માવજીભાઇ રાખશીયા, જીત વાઘેલા, મનોજભાઇ ગેડીયા, કેશુભાઇ રાઠોડ, રમેશભાઇ મુછડીયા, પ્રવિણભાઇ મુછડીયા, પ્રવિણભાઇ મુછડીયા, પ્રકાશભાઇ રાખોલીયા, પ્રવિણભાઇ ચાંડપા, રમેશભાઇ ડૈયા વગેરે સાથે જોડાયા હતા. (૧૬.૨)

(4:06 pm IST)