Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

ધંધાકીય મંદીથી કંટાળી જઇ ઋષીપ્રસાદ સોસાયટીના દત્ત રાવલે ફિનાઇલ પીધું

રાજકોટ તા. ૨૨: કોઠારીયા રોડ પર ઋષીપ્રસાદ સોસાયટીમાં રહેતાં દત્ત જીતેન્દ્રભાઇ રાવલ (ઉ.૨૦) નામના બ્રાહ્મણ યુવાને હરિ ધવા રોડ પર પટમાં ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

દત્ત એક બહેનથી નાનો છે. તે કારખાનુ ધરાવે છે. હાલમાં ધંધામાં મંદી આવતાં આર્થિક ખેંચ ઉભી થઇ હતી. આ કારણે કંટાળીને પગલું ભર્યાનું તેના સ્વજને જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે ભકિતનગર પોલીસને જાણ કરી હતી.

જેલમાં કેદીએ વધુ ટીકડી પી લેતાં ચક્કર આવ્યા

રાજકોટ જેલમાં હત્યાના ગુનામાં રખાયેલા લીંબડીના શખ્સે તાવ-શરદી-ઉધરસની વધુ પડતી ટીકડીઓ પી લેતાં ચક્કર આવતાં સિવિલ હોસ્પિટલના પ્રિઝનર વોર્ડમાં દાખલ કરાયો છે. લીંબડીના ગોપાલસિંહ વનરાજસિંહ ઝાલા (ઉ.૨૨)ને હત્યાના ગુનામાં રાજકોટ જેલમાં રખાયેલ છે. અહિ તેણે સાંજે વધુ ટીકડી પી લેતાં તબિયત બગડતાં જેલમાંથી સિવિલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.

નવયુગપરાના ધરમશીએ કોટેચા ચોક પાસે ઝેર પીધું

ઘાંચીવાડ પાસે નવયુગપરામાં રહેતાં રિક્ષાચાલક ધરમશી જેઠાભાઇ વણકર (ઉ.૩૫)એ કોટેચા ચોક નજીક મયુર ભજીયાવાળી શેરીમાં પોતાની રિક્ષામાં ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિથી રાત્રે જ રજા લઇ લીધી હતી. (૧૪.૬)

 

(4:03 pm IST)