Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

કે. એસ.પી. સીના હોદેદારોની વરણી

પ્રમુખ પદે હસુભાઇ દવે, ઉપપ્રમુખ મૌલેશભાઇ ઉકાણી, માનદ્ મંત્રી મનહરભાઇ મજીઠીયા

રાજકોટ તા. ૨૨ કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલની ૨૦૧૮-૧૯ ના વર્ષ માટે ચૂંટાયેલી ગર્વર્નીગ બોડીની મીટીંગ તાજેતરમાં મળેલ હતી. આ મીંટીગમાં ૨૦૧૮-૧૯ના વર્ષના હોદ્દેદારોની ચૂંટણી કરવામાં આવતા હોદ્દેદારો સર્વાનુમતે ચુંટાઈ આવેલ હતા. જેમાં પ્રમુખપદે શ્રી હસુભાઇ દવે (પૂર્વ રાષ્ટ્રીય ભારતીય મઝદૂર સંઘ તથા વાઈસ ચેરમેન, મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટીટયુટ, અમદાવાદ), (મો.૯૪૨૬૨૫૪૦૫૩) ઉપપ્રમુખ પદે શ્રી મૌલેશભાઈ ઉકાણી (મેનેજીંગ ડીરેકટર, બાન લેબ્સ (પ્રા. લી., રાજકોટ) તથા ડી.જી.પંચમીયા (રિજીયોનલ ઓફીસર, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ. સૌરાષ્ટ્ર-કચ્છ  રીજીયન, ૨ાજકોટ)(મો.૯૮૯૮૦ ૧૦૮૦૮) માનદ્ મંત્રી પદે શ્રી મનહરભાઈ મજીઠીયા (એડવોકેટ, મજીઠીયા એસોસીયેટ)   (મો.૯૮૨૪૪૪૪૬૦૩) કોષાધ્યક્ષ તરીકે શ્રી રામભાઈ બરછા (અશોક મેટલ ઇનસ્ટ્રીઝ, રાજકોટ) (મો.૯૮૨૪૦ ૪૬૬૬૬)ટ્રેનીગ પ્રોગ્રામ કમીટીના ચેરમેન તથા કો ચેરમેનપદે શ્રી દીપકભાઈ સચદે (મો.૯૮૯૮૦ ૯૧૯૮૧) (કન્સલ્ટન્ટ ટીમ કન્સલ્ટન્ટશ રાજકોટ) તેમજ શ્રી બી.એસ.માન (રિટાયર્ડ એરફોર્સ ઓફીસર) (મો.૯૮૨૫૩૦૦૮૪૮) ચુટાયેલ હતા.

કાઉન્સીલની ૨૦૧૮-૧૯ના વર્ષની ગવર્નીગ બોડીના સભ્યો તરીકે શ્રી હિરાભાઈ માણેક(પૂર્વ પ્રમુખ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, શ્રી નિશીતભાઈ રાડીયા(ચીફ ઓપરેટીંગ ઓફીસર  જીએચસીએલ લી.સુત્રાપાડા), શ્રી સુબોધ ગૌતમ (વાઈસ પ્રેસીડેન્ટ એચઆર, ઈન્ડિયન   રેયોન, વેરાવળ, શ્રી પરેશભાઈ ટાંક (જનરલ મેનેજર કોર્પોરેટ અફેર્સ, ટાટા કેમીકલ્સ લી.ગાંધીનગર), શ્રી જે. આર કીકાણી (મેનેજર પીએન્ડ, એ એચજે ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી. રાજકોટ), શ્રી ડી.આર.ઠાકર, શ્રી કે.એચ.વોરા (મજુર મહાજન સંઘ, રાજકોટ), શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી, સોનલબેન ગોહેલ (ભારતીય મઝદુર સંઘ), ડો.જયોતિન્દ્ર જાની (પ્રોફેસર -સ્વ.એમ.જે કુંડલીયા કોલેજ, રાજકોટ), ડો.હિતેષ શુકલ (પ્રોફેસર-ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ), શ્રી વિનય ત્રિવેદી (યોગી બેરીંગ્સ, જામનગર), શ્રી ડી.એસ. પ્રજાપતિ (જનરલ મેનેજર-ડીસ્ટ્રીકટ ઈન્ડસ્ટ્રીઝ સેન્ટર, રાજકોટ), શ્રી એ. ટી. પેઈન્ટર (ઈન્ચાર્જ ડે. કમિશ્નર ઓફ લેબર), શ્રી યુ.પી. પટેલ(જોઈન્ટ ડાયરેકટર, ઇન્ડસ્ટ્રીઅલ સેફટી એન્ડ હેલ્થ, રાજકોટ), ડો. પી.પી. કોટક (પ્રીન્સીપાલ-ગવર્નમેન્ટ પોલીટેકનીક) તથા પ્રો.જી.બી. પીઠવા (એસોસીએટ પ્રોફેસર ગવર્નમેન્ટ એન્જી. કોલેજ) ચુંટાયેલ હતા.

  નિમંત્રીત સભ્યો તરીકે શ્રી ભકત બંધુ સતપથી (સિનિયર મેનેજર એચ.આર, અદાણી પોર્ટસ એન્ડ સેઝ લી. મુન્દ્રા), શ્રી વાલજીભાઈ ચાવડા (પ્રદેશ પ્રમુખ ભારતીય મઝદુર સંઘ) શ્રી એન. એમ. ધારાણી
 (રિટાયર્ડ સીવીલ જજ), શ્રી સહદેવસિંહ જાડેજા (પ્રદેશમંત્રી ભારતીય મઝદુર સંઘ), શ્રી ભરતભાઈ દુદકીયા (જેસીઆઈ નેશનલ એન પ્રાઈમ ટ્રેનર, રાજકોટ), કુ. વૈશાલીબેન પારેખ (મોટીવેશનલ સ્પીકર એન્ડ ટ્રેનર, રાજકોટ) તથા તન્વી એે. ગાદોયા (ટ્રેનર એન્ડ મોટીવેશનલ સ્પીકર, રાજકોટ)ની પસંદગી કરવામાં આવેલ હતી. આ ઉપરાંત કાઉન્સીલના જુદા જુદા ચેપ્ટરના ચેરમેન તરીકે ડો.નિમેષ રાજપુત, જામનગર, શ્રી પ્રજ્ઞેશ પટેલ, ગાંધીધામ , શ્રી ધવલ રાયચુરા, પોરબંદર, શ્રી અશોકભાઈ શાહ, સુરેન્દ્રનગર, ડો.અનિલ કામલીયા, વેરાવળ તેમજ શ્રી ભીમજીભાઈ ભાલોડીયા, મોરબીની પસંદગી કરવામા આવેલ હતી. (૪૦.૬)

(3:59 pm IST)