Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

શ્રીમતી જે.જે.કુંડલિયા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજમાં પરિચય પ્રવાસ

શ્રી મહાત્માં ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી જે.જે. કુંડલીયા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજમાં પરિચય પ્રવાસ યોજાયોે. પરિચય પ્રવાસનાં સ્થળ સુરજકુંડ અને ઝીણાબાવાની મઢીને પસંદ કરવામા આવી. આ પ્રવાસનો મુખ્ય હેતુ  બધા પ્રશિક્ષણાર્થીઓ એકબીજાથી પરિચિત થાય તેવો હતો. આ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યાંના ફોરેસ્ટ અધિકારીએ જંગલ વિશે માહિતી આપી.

પ્રવાસને સફળ બનાવવા માટે કોલેજના આચાર્યશ્રી ડો. અલ્પેશભાઇ નાકરાણી, અધ્યાપક ડો.ચિરાગભાઇ માઢક, ભરતભાઇ પાઠક, જીજ્ઞાબેન ચાવડા, અન્ય સ્ટાફ રેખાબેન સગપરીયા તથા નોન ટીચીંગ સ્ટાફ તેમજ સર્વે પ્રશિક્ષણાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. (૪૬.૪) 

(3:58 pm IST)