Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

પાંચ દિવસથી આ કચરાનો મોક્ષ થયો નથી...

સફાઈ અભિયાનના નાટક કરવાના હોય ત્યારે અધિકારીઓ અને રાજકારણીઓ સાવરણા લઈને ફોટા પડાવી લે છે. બાદમાં કોઈને કંઈ પડી હોતી નથી. રાજકોટમાં પોલીસ કમિશનર ઓફિસ પાસે જિલ્લા પંચાયતની જગ્યામાં ગિરનાર ટોકીઝવાળા રોડ પર પાંચ દિવસથી વૃક્ષનો કપાયેલા ભાગનો ઢગલો પડયો છે. ધમધમતા વિસ્તારમાં આ કચરો મોક્ષની રાહ જુએ છે. સત્તાધીશો અને અધિકારીઓ બકવાસ વધારે અને કામ ઓછા કરે છે. આ કારણે મુખ્યમંત્રી અને વડાપ્રધાનની આભા બગડી રહી છે. ભાજપે આભા જાળવવા કામ કરીને સમસ્યાઓનો મોક્ષ કરવો જ પડશે. (૨૧.૨૯)

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

(3:54 pm IST)