Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

ગંજીવાડામાંથી થોરાળા પોલીસે પોણા લાખનો દારૂ ઝડપી લીધો

સંજય ઉર્ફ છાસીયો અને મહેશ સોલંકીની શોધખોળ

રાજકોટ તા. ૨૨: થોરાળા પોલીસે ગંજીવાડા મહાકાળી ચોક શેરી નં. ૬૨ બંધ શેરીમાં દરોડો પાડી રૂ. ૭૫૬૦૦નો ૨૧૬ બોટલ દારૂ ઝડપી લીધો છે. આ દારૂ સંજય ઉર્ફ છાસીયો મકવાણા અને મહેશ સોલંકી (રહે. બંને ગંજીવાડા)નો હોવાનું ખુલતાં તેની સામે ગુનો નોંધી શોધોખોળ હાથ ધરવામાં આવી છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા, એસીપી બી. બી. રાઠોડે આપેલી સુચના અંતર્ગત થોરાળા પી.આઇ. એસ. એન. ગડુની રાહબરીમાં પીએસઆઇ આર. એમ. કોટવાલ, એએસઆઇ બી. જે. જાડેજા, હેડકોન્સ. મુકેશભાઇ ચરમટા, ભુપતભાઇ, કોન્સ. નરસંગભાઇ ગઢવી, નિશાંતભાઇ પરમાર, મહેશભાઇ મંઢ, વિજયભાઇ મેતા, દિપકભાઇ, વિજયભાઇ વેકરીયા, કિશનભાઇ મકવાણા સહિતે આ દરોડો બી. જે. જાડેજા, મુકેશભાઇ અને વિજય મેતાની બાતમી પરથી પાડ્યો હતો. તસ્વીરમાં પી.આઇ. ગડુ અને ટીમ તથા જપ્ત થયેલો દારૂનો જથ્થો જોઇ શકાય છે. (૧૪.૧૨)

(3:52 pm IST)