Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

લોક સેવા માટે તંત્ર તત્પર : ૨૯મીથી સેવા સેતુ કાર્યક્રમ

કોર્પોરેશનના સેવા સેતુ કાર્યક્રમમાં વધુને વધુ શહેરીજનોને લાભ લેવા મેયર, સ્ટે.ચેરમેન મ્યુનિ. કમિશ્નરનો અનુરોધ

રાજકોટ તા. ૨૨ : સરકારની જુદી જુદી યોજનાઓ માટે લોકોને પોતાના ઘર આંગણે સેવાનો લાભ મળે તેવા હેતુથી રાજય સરકાર દ્વારા ચોથા તબક્કાનો સેવાસેતુ યોજવા નિર્ણય કરવામાં આવેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા પણ સરકારની યોજનાઓ તેમજ રાજકોટ મહાનગરપાલિકાને લગત જુદી જુદી સેવાઓ અંગેના નગરજનોના પ્રશ્નો વિગેરેના નિકાલ માટે તા.૨૯ ઓગષ્ટથી સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવશે. તેમ મેયર બિનાબેન આચાર્ય, સ્ટે.કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની એક સંયુકત યાદીમાં જણાવ્યું છે.

આ અંગે કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ કોર્પોરેશન દ્વારા તા. ૨૯ ઓગસ્ટથી ૧૭ ઓકટોબર સુધી તમામ વોર્ડમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. આ સેવાસેતુમાં આધાર કાર્ડ, આધાર કાર્ડ સંલગ્ન મોબાઈલ નંબર પરિવર્તન, રાશન કાર્ડમાં નામ દાખલ કરવું, રાશન કાર્ડમાં નામ કમી કરવું, રાશન કાર્ડમાં નામમાં સુધારો કરવો, જાતિ પ્રમાણપત્ર, કુંવરબાઈનું મામેરું, દિવ્યાંગતા પ્રમાણ પત્ર, કસ્તુરબા પોષણ સહાય યોજના, માં વાત્સલ્ય કાર્ડ, માં અમૃતમ કાર્ડ, આધાર કાર્ડનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ, નવું બેંક એકાઉન્ટ, પ્રધાનમંત્રી જીવનજયોત યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, સુકન્યા સમૃદ્ઘિ યોજના, અટલ પેન્શન યોજના, ભીમ.એપ, લર્નીંગ લાયસન્સ, રાષ્ટ્રીય વૃદ્ઘ પેન્શન યોજના, કુટુંબીક સહાય યોજના, સાતબાર/આઠ-અના પ્રમાણપત્ર, કીમીલેયર પ્રમાણપત્ર, વિધવા સહાય, વૃદ્ઘ નિરાધાર સહાય, શ્રવણ તીર્થ યોજના રજીસ્ટ્રેશન, માન.મુખ્યમંત્રી શ્રી એપ્રેન્ટિસ યોજનાની અરજીઓનો સ્વીકાર, આઈ.ડી.એસ. બાળકોના આધાર કાર્ડ, ટોયલેટ અરજી, વરિષ્ટ નાગરિકતા પ્રમાણપત્ર, બસ કન્સેશન પાસ, જન્મ મરણ પ્રમાણપત્ર, ફૂડ લાઇસન્સ, આવકનો દાખલો, લગ્ન નોંધની પ્રમાણપત્ર, પ્રોપર્ટી ટેક્ષ, વિગેરે આવરી લેવામાં આવે છે.

લોકોને જુદી જુદી યોજનાઓ માટે જુદા જુદા વિભાગોમાં ધક્કા ખાવા પડે તેના બદલે પોતાના જ વિસ્તારમાં ઉકેલી શકાય તેવા પ્રશ્નોનો સ્થળ ઉપર જ તે દિવશે જ નિકાલ થશે એટલે કે, લોકોના ઘર આંગણે જ તંત્ર ઉપસ્થિત રહી પ્રશ્નોનો નિકાલ કરશે. આ સેવા સેતુ કાર્યક્રમમાં વધુને વધુ શહેરીજનોને જોડાવવા મેયર, સ્ટે.ચેરમેન, મ્યુનિ. કમિશ્નરે અપીલ કરી છે.(૨૧.૨૪)

કાર્યક્રમ કયાં વોર્ડમાં કયારે?

     તારીખ      વોર્ડ નં.

                   ૨

તા. ૨૯-૮-૧૮     ૧

                   ૪

                   ૩

તા. ૧૨-૯-૧૮     ૮

                   ૫

                   ૭

તા. ૧૯-૯-૧૮     ૯

                   ૬

                   ૧૩

તા. ૨૬-૯-૧૮     ૧૦

                   ૧૫

                   ૧૪

તા. ૧૦-૧૦-૧૮   ૧૧

                   ૧૬

                   ૧૭

તા. ૧૭-૧૦-૧૮   ૧૨

                   ૧૮

(3:47 pm IST)