Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

પંચશીલ કો.ઓ.હા. સોસાયટી લી.ના નવા કાર્યાલયનું ઉદઘાટન :પ્રમુખપદે સુરેન્દ્રસિંહજી વાળાની નિમણુંક

રાજકોટઃ  અત્રે ગોંડલ રોડ ખાતે આવેલ રાજકોટની વર્ષો જૂની પંચશીલ કો.ઓ.હા. સોસાયટી લી.ની તાજેતરમાં સામાન્ય સભા મળેલ.  આ સામાન્ય સભા સમારોહમાં તે જ વોર્ડના કોર્પોરેટર તથા રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહજી વાળાની સતાવાર નિમણુંક થયેલ.   જેને સૌ સભ્યો એ વધાવી લીધેલ. વધુમાં પંચશીલ કો.ઓ.હા. સોસાયટીના પ્રમુખ તરીકે હોનહાર આગેવાન સુરેન્દ્રસિંહજી વાળાની નિમણુંક થતા, હવે વધુને વધુ વિકાસ કાર્ય થશે. જેઓ વર્ષોથી સેવા આપી રહ્યા છે.  ઓફીસ ઉદઘાટન પ્રસંગે સર્વરાજકોટના યુવા મેયર ડૉ.પ્રદિપભાઈ ડવ, ગુજરાત મ્યુ.ફાયનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ભાજપ પ્રદેશ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખકમલેશભાઈ મિરાણી, ધારાસભ્યગોવિંદભાઇ પટેલ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ,  સ્ટે.કમિટી ચેરમેનપુષ્કરભાઈ પટેલ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, કોર્પોરેટર વોર્ડ નં.૧૩ નિતીનભાઈ રામાણી, જયાબેન ડાંગર, સોનલબેન સેલારા સહીત તમામ આગેવાન ઉપસ્થિત રહેલ  સુરેન્દ્રસિંહજી વાળાને વધાવી અભિનંદન પાઠવેલ હતા. તે વખતની તસ્વીર. આતકે સોસાયટીના અન્ય હોદેદારો જેસંગભાઇ ઘ્રાંગા, (મંત્રી) તરીકે કાનજીભાઈ ડાંગર અને દામજીભાઈ નાકરાણી તથા  સી.ઈ.ઓ. તરીકે યોગીરાજસિંહ જાડેજા, પી.આર.ઓ. તરીકે પ્રવિણસિંહ જાડેજા, નાથાભાઈ ડોબરીયા, કારોબારી સભ્યો પરબતભાઇ ભેટારીયા, રાજેશભાઈ આહિયા, બાબુભાઈ પટેલ, જયેશભાઈ મહેમદાબાદીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ હતી.

(4:10 pm IST)