Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

વોર્ડ નં. ૧૧ના કોર્પોરેટરો પ્રજાનાં પ્રશ્નોને વાચા આપેઃ ઘનશ્યામસિંહ

રાજકોટ તા. રર :.. શહેરનાં વોર્ડ નં. ૧૧ ના કોર્પોરેટરો પ્રજાનાં પ્રશ્નો સાંભળતાં નહી હોવાની ફરીયાદો ઉઠતાં વોર્ડ નં. ૧૧ નાં જ કોંગ્રેસનાં પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે વર્તમાન કોર્પોરેટરે પ્રજાનાં પ્રશ્નોને વાચા આપવી જોઇએ.

તેઓએ નિવેદનમાં આક્ષેપો કર્યા હતાં. કે વર્તમાન કોર્પોરેટરો પ્રજાનાં પ્રશ્નો સાંભળવાને બદલે તેઓનાં ફોન બંધ રાખે તે વ્યાજબી નથી. અંતમાં તેઓએ જણાવ્યુ છે કે તેઓનાં સમયમાં આ વિસ્તારમાં મંજૂર થયેલો રસ્તો પણ હજુ નથી બનાવાયો. તે રસ્તો બનાવવા પણ તેઓએ માંગ ઉઠાવી છે.

(3:53 pm IST)