Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

રાજવી પરિવારની તકરારી મિલ્કતના કેસમાં કોર્ટમાં મુદ્દત પડી : પ્રાંત -૨ સમક્ષના કેસમાં લેખિત દલીલો રજુ કરાઇ

રાજકોટ,તા. ૨૨: રાજકોટના રાજપરિવારમાં વારસાઈ મિલકતને લઈને રેવન્યૂ કોર્ટમાં તકરારી દાખલ થઈ છે જે ફકત માધાપર અને સરધારની જમીન પૂરતી રહી હતી પણ હવે રાજપરિવાર પાસે જે તમામ સંપત્ત્િ।નો વિવાદ ઊભો થયો છે.અંબાલિકા દેવી કે જેમણે માધાપરની ૫૭૫ એકર જમીન અને સરધારની ૨ હેકટર જેટલી જમીનમાં વારસાઈ નોંધ સામે તકરારી કરી છે તેમણે છેતરપિંડીના આક્ષેપ સાથે દીવાની કોર્ટમાં માંધાતાસિંહ તેના માતા અને અન્ય બે બહેનો સહિત ચાર સામે દાવો માંડ્યો છે.જેમાં માંધાતાસિંહના વકીલ કોર્ટમાં હાજર રહેતા જવાબ માટે ૪૦ દિવસ મુદત પડી છે.જયારે ડે. કલેકટરને લેખિત જવાબ રજૂ કરવામાં આવ્યા છે.

અંબાલિકા દેવીએ દાવામાં જણાવ્યું છે કે, તેઓ જૂન ૨૦૧૯માં માતાને મળવા માટે રાજકોટ આવ્યા હતા. આ સમયે માંધાતાસિંહે કહ્યું હતું કે, પેલેસ રોડ પર જે આશાપુરા મંદિર છે તે જગ્યા વડીલોપાર્જિત છે અને તેઓ સારસંભાળ કરે છે. મંદિર સિટી સરવે નં. ૧૧૦૯, વોર્ડ નં. ૫માં છે અને ૧૩૯૬ ચોરસ મીટર જગ્યા છે. મંદિરની સારસંભાળમાં ભવિષ્યમાં સહમાલિક તરીકે સહીની જરૂર ન પડે અને કાયદાકીય અડચણ ઊભી ન થાય તેવું સમજાવીને મંદિરની જગ્યા માટે રિલીઝ ડીડ કરાવા કહ્યું હતું આ માટે ૧.૫ કરોડ રૂપિયા આપ્યા હતા જેમાંથી ૧૦ લાખ આરટીજીસીએ જયારે ૧.૪૦ કરોડ રૂપિયાનો ડ્રાફ્ટ પેલેસ રોડ સ્થિત આઈસીઆઈસીઆઈ બેંકનો આપ્યો હતો. વડીલોપાર્જિત મિલકતમાં હિસ્સો જાળવી રાખશે અને પાંચમા ભાગે આવતી મિલકતો નામે કરાવી આપશે તેવું વચન આપીને રિલીઝ ડીડ અને બે પાવર ઓફ એટર્ની કરાવી હતી. થોડા સમય બાદ જયારે ૧૩૫ ડીની નોટિસ શરૂ થઈ ત્યારે ખ્યાલ આવ્યો કે મંદિરની રિલીઝ ડીડના બહાને બધી મિલકતો ગેર રજૂઆતથી લખાવી લીધી છે અને તેથી આ ડીડ 'નલ એન્ડ વોઈડ'છે. તેઓએ એ પણ જણાવ્યું હતું કે, અંધારામાં રાખીને એક ભાઈ-બહેનના સંબંધ ઉપર વિશ્વાસદ્યાત કરી બહેન પાસેથી ખોટી રીતે સંમતિ મેળવી લીધી છે જે બંધનકર્તા નથી આ દાવામાં માંધાતાસિંહના વકીલ કોર્ટમાં હાજર રહેતા જવાબ માટે ૩૧મી ઓગષ્ટ સુધીની મુદત પડી છે.જયારે ડે. કલેકટરને લેખિત જવાબ રજૂ કરવામાં આવ્યા છે.

(2:55 pm IST)