Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

અમરેલીના પુષ્પમ પ્રોજેકટ પ્રા.લી.ના ડાયરેકટરને ચેક રિટર્ન કેસમાં છ માસની સજા ફરમાંવતી કોર્ટ

રાજકોટ તા. રર : અત્રે પુષ્યમ પ્રોજેકટ પ્રા.લી.નાં ડાયરેકટર અમરેલીવાળા હિતેષભાઇ કનૈયાલાલ ટાંકને ચેક રીટર્ન કેસમાં છ માસની સજા અને વળતર આપવાનો હુકમ રાજકોટની કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે જૈન સ્ટીલ ટ્રેડર્સ રાજકોટ મુકામે લોખંડ સ્ટી બારનું ટ્રેડીંગનું કામકાજ કરે છે. ફરીયાદી જૈન સ્ટીલ ટ્રેડર્સને ત્યાંથી પુષ્પમ પ્રોજેકટ પ્રાલી.નાં ડાયરેકટર હિતેષભાઇ કનૈયાલાલ ટાંક દ્વારા જૈન ટ્રેડર્સમાંથી પુષ્પમ પ્રોજેકટ પ્રા.લી.નાં ડાયરેકટર હિતેષભાઇ કનૈયાલાલ ટાંક દ્વારા જૈન સ્ટી ટ્રેડર્સમાંથી પુષ્પમ પ્રોજેટકનું  ખાતું રખાવી ઉધારથી સ્ટીલ બાર (લોખંડ) ની ખરીદી કરેલ. જે બાકી રકમ ચુકવવા અંગે હિતેષભાઇ કનૈયાલાલ ટાંક દ્વારા પુષ્પમ પ્રોજેકટ પ્રા.લી.નાં ખાતાનો ફરીયાદી જૈન સ્ટીલ ટ્રેડર્સના નામના રૂ.૧૪,૦૧,૬૦૦ અને રૂ. ર૧,પ૮,૦૦૦ નાં બે ચેક આપેલ અને તેમાં પુષ્પમ પ્રોજેકટનાં ઓથોરાઇઝડ સીગ્નેચરી તરીકે હિતેષભાઇ કનૈયાલાલ ટાંક-અમરેલીવાળાએ સહી કરીને ફરીયાદીને આપેલ.

આ ચેક ફરીયાદી જૈન સ્ટીલ ટ્રેડર્સ દ્વારા સદરહું બન્ને ચેક બેંકમાં રજુ કરતા બન્ને ચેક ''ફંડસ ઇનસફીસીયન્ટ'' ના કારણસર સ્વીકરાયા વગર પરત આવેલ તેથી ફરીયાદી જૈન સ્ટીલ ટ્રેડર્સ દ્વારા આરોપી પુષ્પમ પ્રોજેકટ પ્રા.લી.અને તેમના ડાયરેકટર/ઓથોરાઇઝ સીગ્નેચરી અમરેલીવાળા હિતેષભાઇ કનૈયાલાલ ટાંકને એડવોકેટ મારફત નોટીસ આપેલ જે નોટીસ તહોમતદારને તેમનાં એડવોકેટ દિપક સી. વ્યાસ મારફત ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ તથા ૧૪૧ મુજબ રાજકોટની નેગોશીયેબલ કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ હતી.

ફરીયાદીનાં એડવોકેટ દિપક સી.વ્યાસની દલીલ જજમેન્ટ વિગેરે ધ્યાને લઇ એડી.ચીફ.જયુ.મેજી. શ્રી આર.બી. ગઢવી દ્વારા આરોપી હિતેષ કનૈયાલાલ ટાંક-અમરેલીવાળાને ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ ના ગુન્હામાં ક્રિમીનલ પ્રો.કોર્ડની કલમ રપપ (ર) મુજબ તકસીરવાન ઠરાવી છ (૬) માસની સાદી કેદની સજા ભોગવવાનો તેમજ ફરીયાદવાળા ચેકની રકમ આરોપીએ ફરીયાદી જૈન સ્ટીલ ટ્રેડર્સ વળતર પેટે ચુકવી આપવી અને જો વળતરની રકમ ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ છ માસની સજા ભોગવવાનો હુકમ કરેલ છે.  આ કામમાં ફરીયાદી જૈન સ્ટીલ ટ્રેડર્સવતી એડવોકેટ દીપક સી.વ્યાસ તથા શૈલેષ એમ.લખલાણી તથા નિકુંજ બી. ગણાત્રા રોકાયેલા હતા.

(2:54 pm IST)