Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

જેને ભણવુ છે અને જેને ભણાવવા છે એમને કોઇ સીમાડા નડતા નથી

રાજકોટ : હાલ કોરોના સંક્રમણ ધ્યાને લઇ શાળા કોલેજોના દ્વારા બંધ કરી દેવાયા છે. પરંતુ ખરેખર જેમને ભણવું છે અને જેઓને ભણાવવા છે તેમને આવા કોઇ સીમાડા નડતા નથી. ભારતનું ભાવિ ગણાતા ભુલકાઓ શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે કેટલાય સાચા અર્થમાં ગુરૂ કહી શકાય તેવા શિક્ષક ભાઇ બહેનો ખુલ્લા મેદાનો કે ફુટપાથો ઉપર શિક્ષણ આપી રહ્યા છે. ઓનલાઇન શિક્ષણ યોગ્ય માનીએ તો પણ જેમની પાસે આવા મોંઘા મોબાઇલ ન હોય તેઓના બાળકોને કોણ ભણાવે? ત્યારે આવ શિક્ષણથી વંચિત રહી જતા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા શિક્ષક ભાઇ બહેનો તેમના ઘરે કે આસપાસના સ્થળોએ આવા બાળકોને શિક્ષણ આપવાનું સેવા કાર્ય કરી રહ્યા છે. તેની ગવાહી આપતી ઉપરોકત તસ્વીરમાં મવડી વિસ્તારમાં ઉદયનગર ખાતેની પ્રાણનાથજી શાળાના ભુલકાઓને શિક્ષણ અપાતુ નજરે પડે છે.

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

(2:52 pm IST)