Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

માલધારી સોસાયટીમાં પૈસાના મામલે સલિમભાઇ અને રાહુલ વચ્ચે મારામારી

એક શખ્સ હુમલાની રાવ સાથે અને બીજો અકસ્માતમાં ઇજાની રાવ સાથે દાખલ થયોઃ પોલીસ નિવેદન નોંધે એ પહેલા જતાં રહ્યા

રાજકોટ તા. ૨૨: દૂધસાગર રોડ પર ડેરી પાસે રહેતાં સલિમભાઇ જુસબભાઇ વણાતરા (ઉ.વ.૪૪) સાંજે માલધારી સોસાયટીમાં ગાર્ડન હોટેલ પાછળ હતાં ત્યારે રાહુલ વરૂએ પૈસાની લેતીદેતી મામલે ઝઘડો કરી ધોકા-પાઇપથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં આ મુજબની નોંધ હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં કરાવી હતી.

બીજી તરફ માલધારી-૩માં રહેતો રાહુલ પેથાભાઇ વરૂ (ઉ.૨૨) પોતાને તરઘડી પાસે બાઇક સ્લીપ થતાં ઇજા થયાની ફરિયાદ સાથે સિવિલમાં દાખલ થતાં કુવાડવા રોડ પોલીસને જાણ કરાઇ હતી. જો કે પોલીસ આ બંનેના નિવેદન નોંધે એ પહેલા હોસ્પિટલમાંથી જતાં રહ્યા હતાં.

(12:56 pm IST)