Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

જામનગર રોડ સ્લમ કવાર્ટરમાં મારામારીઃ ચમનભાઇ ચોહાણ અને રમાબેનને ઇજા

રાજકોટ તા. ૨૨: જામનગર રોડ પર સ્લમ કવાર્ટરમાં રહેતાં ચમનભાઇ પ્રેમજીભાઇ ચોહાણ (ઉ.વ.૬૦) પર પડોશી અરવિંદ, સિધ્ધાર્થ સહિતે હુમલો કરી ઢીકા પાટુ મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં ચોકીના સ્ટાફે પ્ર.નગરમાં જાણ કરી હતી.

મારામારીમાં અરવિંદ અને સિધ્ધાર્થના સગા રમાબેન મુળજીભાઇ ઢાકેચા (ઉ.વ.૩૫)ને પણ ઇજા થતાં તેમને પણ દાખલ કરાયા હતાં. ચમનભાઇના પુત્ર કમલેશભાઇના કહેવા મુજબ રમાબેન સાથ તેના સગા માથાકુટ કરતાં હોઇ મારા પિતા  તેમને સમજાવવા જતાં તેને પણ મારકુટ કરી લેવામાં આવી હતી.

(12:50 pm IST)