Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

લાખોનું સોનું ઓળવી જવાના ગુન્હામાં સોની વેપારીની જામીન અરજી નામંજુર

વેપારીએ બંગાળી કારીગરનું સોનું ઓળવી જતાં ફરિયાદ થયેલ

રાજકોટ,તા.૨૨ : શહેરનાં સોની બજારના ચકચારી લાખો રૂપીયાના સોનાના ઘરેણાની છેતરપીંડી અને વિશ્વાસઘાત ગુનામાં આરોપી  કીરીટ ફીચડીયાની જામીન ઉપર છૂટવાની અરજી અદાલતે નામંજૂર કરી છે.

શહેરનાં સોની બજારમાં મુજીબુલ ઉર્ફે મનજીત સુફરઅલી મલીક નામના બંગાળી કારીગર સાથે કિરીટભાઈ પ્રભુદાસભાઈ ફીચડીયા નામના સૌની વેપારીએ રૂ.૧૩ લાખ રૂપીયાના ઘરેણાની ઉચાપત કરી વિશ્વાસઘાત કર્યા અંગેની ફરિયાદ આપલી જેથી પોલીસ આરોપી વિરૂધ્ધઆઈપીસી કલમ ૪૦૬ ૪૨૦ તથા ૧૨૦ બી અન્વયે  ગુન્હો દાખલ કરેલો અને બંને આરોપીઓની ધરપકડ કરી આરોપીના રીમાન્ડ દરમિયાન આક્ષેપીત ૪૧૫ ગ્રામ આશરે ૧૩ લાખનું સોનું રીકવરી થઈ શકેલા નહીં રીમાન્ડના પૂર્ણ થતા જેલ હવાલે કર્યા હતા.

જામીન ઉપર છૂટવા અરજી કરતા સરકારી વકીલની દલીલો તેમજ મૂળ ફરિયાદીના વકીલની વિસ્તૃત લેખીત વાંધાઓ રજૂ કરેલા તથા ગુન્હાની ગંભીરતા વગેરે ધ્યાને લઈ આરપી કિરીટ ફીચડીયાની જામીન અરજી એડી સેશન્સ જજ કે.ડી. દવે નામંજૂર કરી છે. સરકારી વકીલ મુકેશ પીપળીયા તથા મૂળ ફરિયાદી વતી રાજકોટનાં વકીલ રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર, ભરત સોમાણી રોકાયેલા હતા.

(2:48 pm IST)