Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

પૂ. પારસમુનિ મ.સા.ના સાનિધ્યે દશમાવ્રતની આરાધનામાં ૧૦૮ આરાધકો જોડાયા

રાજકોટ, તા. રર : ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ. ગુરૂદેવશ્રી જગદીશમુનિ મ.સા.ના સુશિષ્ય સદ્ગુરૂદેવ પૂ. શ્રી પારસમુનિ મ.સા.ના સુમંગલ સાનિધ્યે તા. ર૧ના રોજ દાદાડુંગર ગુરૂ ગાદી ઉપાશ્રય-ગોંડલમાં ઐતિહાસિક આરાધના આરાધકો દ્વારા કરવામાં આવી.

૧૦૮ આરાધકો દ્વારા દશમાવ્રતની આરાધના દાદાડુંગર ગુરૂ ગાદી ઉપાશ્રયમાં થતા ગોંડલના ઇતિહાસમાં પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં આરાધકો દ્વારા દશમાવ્રતની આરાધના થઇ.

આરાધનાના આરાધકોની ગોચરીના લાભાર્થી માતુશ્રી કલાવતીબેન ભુપતભાઇ માઉ પરિવાર હ. શિલાબેન શૈલેષભાઇ માઉ પરિવારે અનેરા ઉત્સાહથી સકલ પરિવારે ઉપસ્થિત રહીને લાભ લીધેલ.

ગોંડલ સંપ્રદાય પ્રમુખ પ્રવિણભાઇ કોઠારીએ જણાવેલ કે દાદાડુંગરગુરૂની મહેર છે કે આટલી વિશાળ સંખ્યામાં દશમાવ્રત જેવી કઠીન આરાધનામાં ૧૦૮ આરાધકો જોડાયા છે. સકલ કમીટીએ સર્વને શાતાપૃચ્છા કરેલ અને સંઘના સર્વ પદાધિકારીગણ તથા મહિલા મંડળના બહેનોએ સર્વને ખૂબ શાતા પહોંચાડેલ.

આગામી તા. ૪ના રોજ દશમાવ્રતનું આયોજન દાદાડુંગર ગુરૂ ગાદી ઉપાશ્રયમાં છે તો સર્વને અત્યારથી જ નામ નોંધાવવા વિનંતી. દરેક ૧૧ સામાયિક કરવી ફરજિયાત છે. શ્વેતવસ્ત્ર ધારણ કરવા જરૂરી છે.

પૂ.ગુરૂદેવે જણાવેલ કે આ બધો દાદાડુંગરગુરૂનો પ્રભાવ છે. દિવ્ય ઉર્જાપુંજ જેવા દાદાડુંગર ગુરૂની મહતી કૃપાથી જ આટલા આરાધકો આરાધનામાં જોડાયા છે.

(4:17 pm IST)