Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

ડેંગ્યુ વિરોધી ઝુંબેશ : કોર્પોરેશન મચ્છરો શોધવા નિકળશે

આવતા સપ્તાહથી હોસ્પિટલો અને સ્કુલોમાં મચ્છરોના ઉપદ્રવ અંગે ચેકીંગ ઝુંબેશઃ લોકોને સહકાર આપવા આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકરની અપીલ

રાજકોટ, તા. રર : જુલાઇ માસ ડેંન્ગ્યુ વિરોઘી માસ તરીકે ઉજવાય છે ત્યારે આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકરમાં માર્ગદર્શન હેઠળ વાહકજન્ય રોગ નિયંત્રણ માટે નિવારક પગલાંને વેગ આપવા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની શહેરી મેલેરિયા યોજના દ્વારા ગત ૫ખવાડિયા દરમ્યાન જયાં વિશાળ માનવ સમુહ વદ્યુ સંખ્યા એકત્રિત હોય, તેવી જુદી-જુદી સંસ્થા તથા પ્રિમાઇસીસમાં આરોગ્ય શાખાની ટીમ દ્વારા આજથી મચ્છર ઉત્૫તિ સ્થાનો સબબ ખાસ ચેકીંગ અભિયાન હાથ ધરવામાં આવશે.

આ અંગે આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકરની સુચના અનુસાર, આગામી અઠવાડિયા દરમ્યાન શહેરની તમામ હોસ્પિટલોને આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવશે. તમામ હોસ્પિટલમાં મચ્છર ઉત્પતિ સ્થાનો સબબ ચેકિંગ ઝુંબેશ હોસ્પિટલમાં દર્દીઓ હોય એટલે ત્યાં વાઇરસ કે પરોપજીવીનો લોડ હોય છે. આથી હોસ્પીટલમાં વાહક મચ્છર હોય તો, હોસ્પીટલમાંથી ડેન્ગ્યું, મેલેરિયા જેવા રોગોનો ફેલાવો થવા સંભવ છે. આથી હોસ્પીટલમાં મચ્છર ઉત્પતિ સ્થાનો ન હોય તે ખુબજ આવશ્યક છે.

આરોગ્ય ચેરમેન વધુમાં જણાવ્યું છે કે ડેન્ગ્યું, મેલેરિયા જેવા રોગોથી બચવા જનભાગીદારી એક મહત્વનું પરિબળ છે. આથી હોસ્પિટલ પ્રીમાઈસીસમાં વાહક મચ્છરની ઉત્પતિ ન થાય તે માટે હોસ્પિટલ સંચાલકો તે જરૂરાત મુજબના પગલા અવશ્ય લે.

પીવાના તથા વ૫રાશના તમામ પાણીના ટાંકા. ટાંકી વગેરેને હવાચુસ્ત ઢાંકીને રાખીએ. અગાસીમાં, છજ્જામાં કોઈપણ પ્રકારનો ભંગાર ન રાખીએ. પાણીના ટાંકા ઓવરફલો થવાને કારણે અથવા વરસાદી પાણી અગાસી, છાજ્જામાં જમા ન થાય તેની તકેદારી રાખીએ. વોટર કુલર, એ.સી. માંથી નીકળતું (વેસ્ટ વોટર) જમા થતું પાણી નિયમિત ખાલી કરી સાફ કરીએ. પક્ષી કુંજ, સુશોભન માટેના ફુવારા, છોડના કુંડા, સેલર, ફ્રીઝની ટ્રે, પીવાના પાણી વગેરેમાં પોરાની ઉત્પતિ ન થાય તેની તકેદારી રાખીએ.  મેલેરિયા-ડેન્ગ્યુંના દર્દીઓને મચ્છરદાનીમાં જ સુવડાવીએ. મેલેરિયા-ડેન્ગ્યુ ''નોટીફાએબલડીસીઝ હોય, આવા કોઈ પણ કેસ હોસ્પીટલમાં નોંધાય તો, તેની જાણ તુરંત આરોગ્ય શાખાને કરીએ.

આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકર દ્વારા હોસ્પિટલના સંચાલકોને ખાસ અપીલ કરી છે કે  તેઓની હોસ્પિટલમાં મચ્છરની ઉત્પતિ ન થાય તેની પુરતી તકેદારી રાખે. તથા મહાનગરપાલિકાના આ પ્રયત્નમાં સહકાર આપે.

(4:13 pm IST)