Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

કણકોટમાં ગીરીશ ખુંટના મકાનમાં દરોડા : જુગાર રમતા ૧૫ ઝડપાયા

કણકોટના ગીરીશ, લાલજી , હિતેષ, નારણ, કૈલાશ, મહેશ , હિતેષ, રમેશ, મગન, ભાવેશ, કિશોર, મહેશ, રસીક, ઘેલો અને રસીકની ધરપકડ

રાજકોટ તા. ૨૨ : કણકોટ ગામમાં રહેતા પટેલ યુવાનના મકાનમાં તાલુકા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા ૧૫ શખ્સોને પકડી લીધા છે. મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશ્નર અજયકુમાર ચૌધરીની સુચનાથી તાલુકા પોલીસ  મથકના પી.આઇ. વી.એસ. વણઝારાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જી.એસ. ગઢવી, એએસઆઇ જયદીપસિંહ વાઘેલા , કૌશિકભાઇ ગઢવી, તથા છત્રપાલસિંહ રાણા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. કૌશિકભાઇ ગઢવી, છત્રપાલસિંહને મળેલ બાતમીને આધારે કણકોટ ગામમાં રહેતા ગીરીશભાઇ રઘુભાઇ ખૂંટ (ઉ.વ.૩૮)ના મકાનમાં દરોડા પાડી જુગાર રમતા  મકાન માલીક ગીરીશ ખૂંટ તથા ગામમાં જ રહેતા હીતેષ રઘુભાઇ ખુંટ(ઉ.વ. ૩૩), લાલજી ઘુસાભાઇ ખુંટ  (ઉ.વ. ૪૮), નારણ નાથાભાઇ ખૂંટ (ઉ.વ. ૪૨), કૈલાશ જાદવભાઇ ખૂંટ  (ઉ.વ.૩૫ ) , હિતેશ નરશીભાઇ ખૂંટ (ઉ.વ. ૩૫), મહેશ રઘુભા ખૂંટ (ઉ.વ.૩૫) , રમેશ ઉકાભાઇ ખૂંટ (ઉ.વ.૪૦),  મગન નારણભાઇ ખૂંટ (ઉ.વ.૪૦) ભાવેશ ગંગદાસભાઇ મેઘાણી (ઉ.વ. ૪૧), કિશોર ચનાભાઇ વડાલીયા (ઉ.વ. ૪૬) , મહેશ ગંગદાસભાઇ મેઘાણી (ઉ.વ. ૪૧) રસીક  નરસીભાઇ ખૂંટ (ઉ.વ.૩૨) ઘેલા મોહનભાઇ નંદાણીયા (ઉ.વ. ૪૧) અને રસીક મેઘજીભાઇ પટેલને પકડી લઇ રૂ. ૪૪,૩૭૦ની રોકડ સહિતની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી.

(4:08 pm IST)