Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

રાજકોટના ધ્યાન મુલરવે યુ-ટયુબ ચેનલ પર મુકેલ વીડીયો સોંગ 'તેરા મે' છવાય ગયુ : જબ્બર પ્રતિસાદ

૧૮,૯૨૧ વ્યુઅર : ગીત રચના પણ પોતેજ કરી અને અભિનય પણ પોતેજ આપ્યો : 'હર તરફ' ઓડીયો સોંગ મુકીને સ્ટ્રીમીંગની દુનિયા અજમાવી હતી : આજે દરેક મ્યુઝીકલ એપમાં તેનો પ્રોફાઇલ છે : પોસ્ટમાં ફરજ બજાવતા મમ્મી નીલમબેન અને એલ.આઇ.સી. ક્ષેત્ર સાથે સંકળાયેલા પપ્પા રાજેશભાઇના આશીર્વાદ સતત વરસી રહ્યા છે

રાજકોટ તા. ૨૨ : ગઢવી હોય એટલે સાહિત્ય તો વારસામાં હોય પણ રાજકોટના  ગઢવી સમાજમાંથી આવતા ધ્યાન મુલરવે કઇક વિશેષ કાબેલીયત હાંસલ કરી બતાવી છે.

'અકિલા' ખાતે વિગતો વર્ણવી હતી. ધ્યાન ગઢવીએ પોતાનું ઓરીજનલ તૈયાર કરેલ વિડીયો સોંગ 'તેરા મે' યુ-ટયુબ ચેનલ પર હાલ ધુમ મચાવી રહ્યુ છે. જેના લીરીકસ, કમ્પોઝીશન, મ્યુઝીક, સીંગીંગ બધુ જ ધ્યાને પોેતે જ સંભાળેલ છે. આજ સુધીમાં વ્યુઅરનો આંક ૧૮,૯૨૧ ને પાર કરી ચુકયો છે.

સૌ પ્રથમ તેણે 'હર તરફ' માત્ર ઓડીયો સોંગથી સ્ટ્રીમીંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. બાદમાં ધીરે ધીરે એવી ગ્રીપ આવી ગઇ કે સ્પોટીફાઇ, આઇટયુન્સ, સાઉન્ડ કલાઉડ સહીતની સ્ટ્રીમીંગ એપમાં તેનો પ્રોફાઇલ બની ગયો છે.

'તેરા મે' સોંગ ર.૪૨ મીનીટનું છે અને તેમાં સ્ક્રીઝોફેનીયા ડીસીઝ પર ફોકસ કરી સરસ મેસેજ આપવા પ્રયાસ કરાયો છે.

ધ્યાન કહે છે પોષ્ટ ખાતામાં ફરજ બજાવતા મમ્મી નિલમબેન અને એલ.આઇ.સી. ઇન્સ્યોરન્સ ક્ષેત્રે કાર્યરત  પપ્પા રાજેશભાઇ (મો.૯૩૭૫૧ ૧૭૩૦૧) ના આશીર્વાદ સતત મારી ઉપર વરસતા રહ્યા છે.

મને નાનો હતો ત્યારથી સંગીતની ધૂન લાગી હતી. બચપણમાં થાળી અને વેલણ લઇને વગાડતો. પણ બધુય રીધમમાં વાગતુ જોઇને મમ્મી પપ્પાએ મને તબલા લઇ આપ્યા. પછી નગરૂ, ઢોલક સહીતના વાજીંત્રો આવ્યા. એમ તો બાલભવનની સંગીત વિદ્યાલય પણ જોઇન્ટ કરી અને પધ્ધતીસરનું જ્ઞાન મેળવ્યુ. જો કે આજે હું કલાસીકલ ગાયન પીયુબેનસખરેલ પાસે શીખી રહ્યો છુ. ગીટાર, કી-બોર્ડ, વેસ્ટર્ન વાદ્યો વગાડવા મને બહુ ગમે છે.

છેલ્લા ર વર્ષથી જાતે જ મ્યુઝીક પ્રોડકશન શરૂ કરેલ છે. ગીતો લખુ છુ. ફયુચર પોપ અને ઇ.ડી.એમ.નું છે. મે તૈયાર કરેલ 'બારીશ લેતે આના' રીમીકસ ગીતના ઓરીજનલ સીંગર દર્શન રાવલે પણ નોંધ લઇ ભારે પ્રસંશા કરી હતી. જેના આજની તારીખે ૧ લાખ ૩૨ હજાર વ્યુઅર છે. લીજેન્ડ સીંગર ઓસમાણભાઇ મીરની કોમ્પોઝીશનમાં મ્યુઝીક પીરસાયુ છે અને અવાજ તેમના પુત્રી આમીર મીરે આપેલ છે. આમ તો અનેક સ્પર્ધાઓમાં પણ મે નશીબ અજમાવ્યુ છે અને ગાયનની સ્પર્ધાઓમાં ટીજીઇએસ આઇડોલમાં અને કરાઓકેમાં રનર્સઅપ સુધી પહોંચ્યો છુ.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા ધ્યાન મુલરવ (ગઢવી) અને તેના પિતા રમેશભાઇ મુલરવ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:07 pm IST)