Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

રેસકોર્ષના આરએમસીના બાસ્કેટ બોલ કોર્ટમાં જીનિયસ બાસ્કેટ બોલ એકેડમીનો પ્રારંભ

જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટયુશન્સ દ્વારા પ્રોફેશ્નલ કોચીંગ અપાશેઃ નિઃશુલ્ક પ્રશિક્ષણ બેચ શરૂ કરાશેઃ રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ

રાજકોટ, તા. ૨૨ :. જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટયુશન્સ દ્વારા રેસકોર્ષ સંકુલમાં આરએમસીના બાસ્કેટ બોલ કોર્ટમાં પ્રોફેશનલ કોચીંગ આપતી જીનીયસ બાસ્કેટ બોલ એકેડમીનો પ્રારંભ થઈ રહ્યો છે.

જીનીયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટયુશન્સ દ્વારા રેસકોર્ષ સંકુલમાં એથ્લેટીકસ ગ્રાઉન્ડની બાજુમાં આવેલ કોર્પોરેશનના બાસ્કેટ બોલ કોર્ટ પર જીનીયસ બાસ્કેટ બોલ એકેડમીની શરૂઆત આગામી તા. ૧ ઓગષ્ટથી શરૂ થશે. જ્યાં ખેલાડીઓને પ્રોફેશનલ કોચ દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવશે.

જીનીયસ ગ્રુપનું સંસ્થાના સ્થાપક અને ચેરમેન શ્રી ડી.વી. મહેતા દ્વારા રમતગમતને સવિશેષ મહત્વ આપે છે. બાસ્કેટ બોલ કોર્ટમાં કોઈપણ શાળાના વિદ્યાર્થીઓ ખેલાડીઓ સવાર-સાંજ બેચીશ રાખવામાં આવશે. જીનીયસ બાસ્કેટ બોલ એકેડમીના પ્રારંભથી ઉત્તમ તાલીમ ખેલાડીઓને મળશે.

બાસ્કેટ બોલ કોર્ટમાં રસ ધરાવતા તમામ ખેલાડીઓ - વિદ્યાર્થીઓ માટે આગામી ૨૫ જુલાઈથી ૩૧ જુલાઈ એક સપ્તાહ માટે નિઃશુલ્ક કોચીંગ અપાશે. રજીસ્ટ્રેશનની છેલ્લી તા. ૨૪ જુલાઈ છે. મો. ૯૩૨૮૭ ૬૩૪૭૧ ઉપર રજીસ્ટ્રેશન કરાવવા જીનીયસ ગ્રુપની યાદીમાં જણાવાયુ છે. આયોજનને સફળ બનાવવા ચેરમેન ડી.વી. મહેતા-સીઈઓ, ડીમ્પલબેન મહેતાના માર્ગદર્શન હેઠળ મનિન્દર કૌર કેશપ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

(4:04 pm IST)