Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

ચેક રિટર્નના ત્રણ કેસમાં આરોપીને એક-એક વર્ષની સજા ફટકારતી કોર્ટ

રાજકોટ તા.૨૨: ચેક રીર્ટનના કેસમાં મુંબઇના વેપારીને ૧ વર્ષની સજા અદાલતે ફરમાવી હતી.

મુંબઇ શહેરમાં રહેતા દિપકભાઇ કૈલાશભાઇ શર્માનું અંગત કારણસર નાણાની જરૂરીયાત ઉપસ્થીત થતા મયુરભાઇ હસમુખભાઇ કાનપરા, કમલેશભાઇ ધીરજલાલ સેદાણી, કિશોરભાઇ ધારસીભાઇ મશરૂ પાસેથી રકમ પાંચ-પાંચ લાખ એમ કુલ મળી રકમ રૂ.૧૫,૦૦,૦૦૦ અંકે રૂપીયા પંદર લાખ વગર વ્યાજે ઉછીના લીધેલ ત્યારબાદ લેણી નીકળતી રકમની મયુરભાઇ, કમલેશભાઇ, કિશોરભાઇને જરૂરીયાતત ઉપસ્થીત થતા માંગણી કરેલ ત્યારે ત્રણેયને પાંચ-પાંચ લાખના ત્રણ ચેક આપેલ જે ચેક રીર્ટન થતા ત્રણેયએ રાજકોટની કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ.

ત્યારબાદ ત્હોમતદારના વકિલશ્રી મારફત બચાવ થયેલ ફરીયાદીની ઉલટ-તપાસ કરેલ ત્યારબાદ ફરીયાદી દ્વારા સાક્ષી સમન્સની અરજી કરેલ ત્યારબાદ ત્હોમતદાર હાજર ન રહેતા તેઓને બચાવનો હકક બંધ કરી કેસ ચાલી જતા તથા ફરીયાદી તરફે દલીલો સાંભળી તથા ફરીયાદી પક્ષની દલીલ માન્ય રાખી કોર્ટ નેગો. ઇન્ટુમેન્ટ એકટની કલમ ૧૩૮ના ગુન્હા સબબ તકસીરવાન ઠરાવી ૧ વર્ષની સાદી કેદની સજા તેમજ એક માસમાં ચેક મુજબનું વળતર ચુકવવું જો ન ચુકવે તો વધુ ૬ માસની સજાનો હુકમ કર્યો છે. ફરીયાદી તરફે રાજકોટના ધારાશાસ્ત્રી પાર્થ ડી.પીઠડીયા, પ્રતિક ડી.રાજયગુરૂ, કરણસિંહ એ.ડાભી, કુલદીપ પી.રામાનુજ આયુષ એમ.સોજીત્રા, દેવાંગ વી.ભટ્ટ તથા મહિપાલ એમ.સબાડ રોકાયેલ હતા.

(4:01 pm IST)