Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

મીનાબેન કુંડલીયા મહિલા કોલેજના નવનિયુકત પ્રિન્સીપાલ ડો.સ્મિતાબેન ઝાલાનું સ્વાગત : પ્રા.હીનાબેન સેજપાલને વિદાયમાન

રાજકોટ : શહેરની ૨૯ વર્ષ જુની મીનાબેન કુંડલીયા મહિલા કોલેજના નવનિયુકત પ્રિન્સીપાલ ડો. સ્મિતાબેન ઝાલાને સત્કારવા અને નિવૃત્ત થતા પ્રા. હીનાબેન સેજપાલને વિદાય આપવા દમદાર સમારોહ યોજાયો હતો. પ્રારંભે મુખ્યમહેમાન તરીકે ઉપસ્થિત રામકૃષ્ણ આશ્રમના સ્વામી શ્રી પ્રભુસેવાદાસજી, અધ્યક્ષ ડો. અલ્પનાબેન ત્રિવેદી, પ્રિ. સ્મિતાબેન ઝાલા, પ્રા. હિનાબેન સેજપાલના હસ્તે દીપપ્રાગટય કરવામાં આવેલ. ટીચીંગ અને નોન ટીચીંગ સ્ટાફના ડો. અલ્કાબેન, ડો. સીમાબેન ગીડા, નિરવભાઇ, નીતાબેન વગેરે સ્વાગતમાં જોડાયા હતા. કોલેજમાં ગુજરાતી વિભાગમાં જોડાયેલા ડો. ઉર્મિલાબેન શુકલનું પણ સ્વાગત કરાયુ હતુ. કાર્યક્રમના બીજા ચરણમાં પ્રા. હીનાબને સેજપાલ તેમજ સ્ટાફ પરિવારવતી ડો. ટી. એચ. વધેરા, ડો. રેખાબેન મહેતાએ સ્વઅનુભવો વર્ણવ્યા હતા. બાદમાં હીનાબેનને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી બહુમાન કરાયુ હતુ. આ પ્રસંગે આશીર્વચનો આપતા સ્વામી શ્રી પ્રભુસેવાનંદજીએ વિદ્યાર્થીઓને જીવનમાં પરીશ્રમ, શ્રધ્ધા, આત્મવિશ્વાસના ગુણ કેળવવાની શીખ આપી હતી. ંકાર્યક્રમનું સંચાલન ડો. રાજેશ્રીબેન નથવાણીએ અને અંતમાં આભારદર્શન ડો. પ્રેમલતાબેન ચાવડાએ કરેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ડો. રાજેશભાઇ રાવલ, પ્રા. નીતાબેન કુંડલીયા અને નોન ટીચીંગ સ્ટાફ તથા વિદ્યાર્થીગણે જહેમત ઉઠાવી હતી.

(4:01 pm IST)