Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

નિલ્સ ગ્રીન એવન્યુ સોસાયટીને રાજય સરકાર દ્વારા સ્વચ્છ સોસાયટીનો પ્રથમ નંબરઃ વિજયભાઇના હસ્તે એવોર્ડ

રાજકોટ શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત અલગ-અલગ સોસાયટીનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં સૌરાષ્ટ્ર યુનિ.પાસે આવેલ કુદરતી સૌદર્યથી સ્વચ્છતાદિન નિલ્સ ગ્રીન એવન્યુ સોસાયટીને સમગ્ર રાજકોટ શહેરમાં સ્વચ્છ સોસાયટીનો પ્રથમ નંબર મળેલ હતો. જેનો એવોર્ડ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે સોસાયટીના પ્રમુખ જયદિપભાઇ પુનમચંદભાઇ મોદી અને ઉપપ્રમુખ વનરાજસિંહ અનોપસિંહ ઝાલાને આપવામાં આવ્યો હતો. તેની તસ્વીર.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:01 pm IST)