Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

૩૦મીએ ડો.હર્ષદભાઈ પંડીતનો જન્મદિનઃ ૬૫ વર્ષથી વધુ ઉંમરના વડિલોને આયુર્વેદ આહાર કીટ

વિવિધ રોગ માટે આ કીટ ફાયદાકારક, રૂ.૭૦૦ની કીટ રૂ.૩૦૦માં અપાશેઃ નામ નોંધાણી

રાજકોટ,તા.૨૨: ડો.હર્ષદભાઈ પંડિતનો ૩૦ જુલાઈનાં જન્મ દિવસ હોય સીનીયર સીટીઝનની સેવામાં સમર્પિત કરશે. તાજેતરમાં એચ.આઈ.વી.એડ્ઈસનાં ૪૪ દર્દીઓને આયુર્વેદ આહારની કીટ વિતરણ કરી સેવાકીય પ્રવૃતી કરેલ. હવે સિનિયર સીટીઝન ભાઈ-બહેનોને માટે આહાર કીટ (જેમાં ગાયનું ઘી, દેશી ગોળ, કીસમીસ અને આયુર્વેદ ટોનિક) અને માર્ગદર્શક પુસ્તક અને યુરીન ટેસ્ટ પટ્ટી જે કુલ ૭૦૦થી વધુની કિંમતની વસ્તુ ૩૦૦ રૂ.માં વિતરિત કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે ડો.હર્ષદભાઈ પંડિત જૈવિક જીવન શૈલી મિશનનાં રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેમજ આરોગ્ય ભારતીના પશુ રોગ આયામનાં રાષ્ટ્રીય પદાધિકારી છે.

તા.૩૦ને સવારે ૧૧ વાગ્યે લોક વિજ્ઞાન કેન્દ્રનાં હોલ ખાતે, રેષકોર્ષ, બાલ ભવન પાસે રાજકોટ ખાતે આ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં આરોગ્ય ભારતી ગુજરાતનાં પ્રાંત સચિવ ડો.અમૃતભાઈ પ્રજાપતિ (ગાંધીનગર) અને સંતો મહંતો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા લોક વિજ્ઞાન કેન્દ્રના અધ્યક્ષ ડો.રમેશભાઈ ભાયાણી, ગીતાવિદ્યાલયના પ્રમુખ ડો.કૃષ્ણકાંતભાઈ મહેતા, આરોગ્ય ભારતીનાં શ્રી ભરતભાઈ કોરાટ, ડો.જયસુખ મકવાણા, પ્રવીણગીરી ગોસ્વામી, મોનિકા ભટ્ટ, જાગૃતિ ચૌહાણ, વાહીદ મારફાણી, વિશાલ ગોહિલ, મનહરભાઈ વિ.જહેમત ઉઠાવી રહ્યા છે.

આ કીટનો લાભ લેવા ઈચ્છુક ૬૫વર્ષથી વધુ ઉંમરના વડીલોએ આરોગ્ય ભારતીનાં પ્રાંત કારોબારી સદસ્ય અને ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્ટના માનદ પ્રમુખ ડો.જયસુખ મકવાણા મો.૯૪૨૮૨ ૦૪૦૮૯, લોકવિજ્ઞાન કેન્દ્રના મીનેશભાઈ મેઘાણી મો.૭૦૯૬૮ ૦૬૦૪૯, આરોગ્ય ભારતીનાં વનૌષધિ વિભાગનાં ભરતભાઈ કોરાટ મો.૯૮૨૫૬ ૨૪૪૮૮૬નો સંપર્ક કરી તા.૨૬ સુધીમાં નામ નોંધાવી દેવા. અગાઉથી નામ નોંધણી કરી હશે તેને જ આ આહાર કીટનો લાભ મળશે. તેમ પ્રોેજકટ ઈન્ચાર્જની યાદીમાં જણાવાયું છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:59 pm IST)