Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

કાલાવડ રોડ ઉપર છરી બતાવીને કારના લૂંટના ગુનામાં જામીન મંજુર

રાજકોટ, તા. ૨૨ :. કાલાવડ રોડ ઉપર છરી બતાવી મોટરકારની લૂંટના ગુન્હામાં આરોપીઓનો જામીન ઉપર છૂટકારો અદાલતે ફરમાવેલ છે.

રાજકોટમાં મધુરમ પાર્કમાં રહેતા રાહુલ સુરેશભાઈ રામાણીએ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ કે તા. ૩૦-૬-૧૯ના રોજ રાત્રીના ૯.૩૦ કલાકે તેઓ ભવાની ગોલા પાસે, ખુલ્લા મેદનમાં હતા ત્યારે પોતાની માલિકીની હોન્ડા સીટી કાર લઈને હતા ત્યારે ત્યાં નજીકમાં રહેલા લોકો બોલાચાલી કરવા લાગેલ માથાકુટ ઝઘડો થવા લાગતા આજુબાજુના વાહનવાળા જવાની તૈયારી કરવા લાગેલ જેથી હું પણ જવાની તૈયારી કરવા લાગેલ જેમાં હું છેલ્લે હતો ત્યારે એક વ્યકિત ગાડીમાં આવી ગયેલ અને છરી બતાવીને કહેવા લાગેલ કે વ્યસન તો હોવું જોઈએ તેમ કહી છરી બતાવેલ હતી અને મારા ગ ળા પાસે રાખેલી હતી જેથી હું ડરી ગયેલ અને ગાડીની બહાર નીકળી ગયેલ ત્યારે આ લોકો ગાડી લઈને જતા રહેલ હતા તેવી ફરીયાદ નોંધાવેલ હતી.

પોલીસ દ્વારા તાત્કાલીક કાર્યવાહી કરી સીસીટીવી ફુટેજના આધારે યાસીન યુસુફભાઈ સાંધ, ફીરોઝ હબીબભાઈ, કબીર સીકંદરભાઈ ચૌહાણ, ઠે. ભોમેશ્વર વાડી, જામનગર રોડ, રાજકોટની ધરપકડ કરેલ અને રીમાન્ડ ઉપર પુછપરછ કરી કોર્ટ હવાલે કરેલ હતા જેથી જેલમાં રહેલ આરોપીઓએ પોતાના વકીલ શ્રી ભગીરથસિંહ ડોડીયા મારફતે અદાલતમાં જામીન અરજી કરેલ.

અદાલતે કેસના સંજોગો અને બનાવની હકીકતો અને આરોપીઓને નાની ઉંમરને ધ્યાનમાં રાખી ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ અને કાયદાની પરિસ્થિતિ જોઈ તમામ આરોપીઓને રૂ. ૧૫૦૦૦ - ૧૫૦૦૦ના શરતોને જામીન મુકત કરવા હુકમ કરેલ છે.

આ કામમાં ભગીરથસિંહ ડોડીયા, હેમાંશુ પારેખ, કિરીટ નકુમ, જયવીર બારૈયા, મીલન જોષી, રવિરાજસિંહ જાડેજા, દીપ પી. વ્યાસ, નયન મણીયાર રોકાયેલ હતા.

(3:57 pm IST)