Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

રૂ.૧પ.પ૦ લાખના ચેક રિટર્નના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ, તા., ૨૨: રૂ.૧પ,પ૦,૦૦૦ના ચેક રીટર્નના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો અદાલતે ફરમાવેલ હતો.

રાજકોટ શહેરના કોટક મહિન્દ્રા બેન્ક લી. રાજકોટ શાખામાંથી સૌરાષ્ટ્ર જીનીંગ એન્ડ પ્રેસીંગના પાર્ટનર દરજજે હેમાંશુભાઇ જોબનપુત્રા, ઠે. પ્રતાપ રોઠ, વાંકાનેર વાળાએ જરૂરી દસ્તાવેજો કરી આપી અને એગ્રીમેન્ટ કરી સહી સીક્કા કરી સોર્ટ ટમ (સરલ ઓટો લોન) લોન લીધેલ હતી. તે લોન પરત ચુકવવા માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા, વાંકાનેર શાખાનો ચેક રકમ રૂ. ૧પ,પ૦,૦૦૦ પુરાનો ચેક આપેલ હતો. જે ચેક રીટર્ન થતા ફરીયાદી બેન્ક તરફથી નોટીસ આપવામાં આવેલ જે નોટીસ આરોપીને બજી જવા છતા રકમ ન ભરતા આરોપી વિરૂધ્ધ નેગોશીયેબલની સ્પે.કોર્ટમાં ચેક રીટર્ન અંગેનો ફરીયાદી કોટક મહિન્દ્રા બેન્ક લી. ઓથો. દરજ્જે ફરીયાદીએ ફોજદારી કેસ દાખલ કરેલ હતો.

આ કેસ કોર્ટમાં ચાલી જતા આરોપી તરફથી એવો બચાવ લેવામાં આવેલ હતો કે હાલનો ચેક કાયદેસરના બાકી લેણા પેટે આપવામાં આવેલ નથી. ફરીયાદી તરફથી લોન અંગેના કોઇ આધાર પુરાવા રજુ કરવામાં આવેલ નથી અને સૌરાષ્ટ્ર જીનીંગ એન્ડ પ્રેસીંગના પાર્ટનરને કે પેઢીને હાલના કામની કોઇ નોટીસ આપેલ નથી કે આરોપી તરીકે જોડેલ નથી. જેથી ધી નેગોશીયેબલ એકટની કલમ-૧૩૮(બી) અને ૧૩૮ (સી) પુરવાર કરવામાં ફરીયાદપક્ષ નિષ્ફળ નીવડેલ છે.

આ અંગે વડી અદાલત અને સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ રજુ કરી આરોપી તરફે તેમના વકીલશ્રી દ્વારા દલીલો તથા રજુઆતો કરવામાં આવેલ હતી તેમજ આરોપી પ્રિ.પોન્ડરન્સ ઓફ પ્રોબેબીલીટી જેટલો પુરાવો રજુ કરવા વગેરે બાબતેના ચુકાદા રજુ કરેલ હતા. તે મુજબ ફરીયાદી પોતાનો કેસ અને લોન અંગેનો વ્યવહાર સાબીત કરવામાં નિષ્ફળ ગયેલ હોય. આરોપી પાસેથી ફરીયાદીને કોઇ રકમ લેવાની ન થતી હોય અને આરોપી સામે ખોટો કેસ કરેલ હોય તે તમામ રજુઆતો અને દલીલોને ધ્યાને રાખી રાજકોટના ત્રીજા એડી.ચીફ જયુ.મેજી. શ્રી એન.એચ.વસવેલીયાએ આરોપીને નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કામમાં આરોપી સૌરાષ્ટ્ર જીનીંગ એન્ડ પ્રેસીંગના પાર્ટનર શ્રી હેમાંશુભાઇ જોબનપુત્રા વતી વકીલશ્રી મુકેશ આર.કેશરીયા, રાજેશ એન.મંજુસા, સંજયસિંહ આર. જાડેજા, રાજેશ એચ.પટેલ, ધવલ જે.વાઢેર રોકાયેલ હતા.

(3:57 pm IST)