Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

વાહન પાર્કિગમાં ખાનગી શાળાઓની મનમાની બંધ કરાવોઃ નહીં તો આંદોલનઃ કોંગ્રેસ

સમગ્ર શહેરમાં નો-પાર્કિગનો અમલ કરાવવા વિપક્ષીનેતાની મ્યુ.કમિશ્નરને રજૂઆત

રાજકોટ, તા.૨૨: વાહન પાર્કિગ બાબતે મનમાની કરતી ખાનગી શાળાઓ સામે કડક પગલા નહીં લેવાય તો કોંગેસ દ્વારા આંદોલન કરાશે. તેવી ચિમકી સાથે વિપક્ષીનેતા વશરામભાઇ સાગઠિયાએ મ્યુ.કમિશ્નરને આવેદન પાઠવ્યુ છે.

આ આવેદનમાં તેઓએ જણાવ્યુ છે કે હાલ રાજકોટમાં ૧૨ રાજમાર્ગો ઉપર નો પાબિર્કંગ ઝોન બનાવવામાં આવેલ છે. આ અનુસંધાને જણાવવાનું કે રાજકોટ શહેરમાં સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન, અને ઈસ્ટ ઝોનમાં આ અમલ કરવાનો થાય છે, તેમજ રાજકોટ મહાનગરપાલિકાની આ કામગીરીમાં મહત્વની ભૂમિકા રહે છે. અને તમામ જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાના શિરે હોય ત્યારે રાજકોટમાં ખાનગી શાળાના માલિકો દ્વારા આ જાહેરનામાનું સરેઆમ ઉલ્લંદ્યન કરવામાં આવે છે અને ખાનગી શાળામાં વાહન પાર્કિંગ કરવાના હોય તેમજ ધી જી.પી.એમ.સી. એકટમાં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવેલ હોવા છતાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક પગલા લેવાતા નથી અને ખાનગી શાળાઓના પાર્કિંગમાં જ વિદ્યાર્થીઓને મુકવા આવતા વાલીઓ, સ્કુલ વેન, રીક્ષા અને અલગ અલગ માસ ટ્રાન્સપોર્ટેશન વાહનોને ખાનગી શાળાના પાર્કિંગમાં જ વિદ્યાર્થીઓને તેડવા-મુકવા આવતા હોય તો તેઓને ખાનગી શાળાની પ્રિમાઈસીસ અંદર આવવાની મનાઈ કરવામાં આવે છે.

ઉપરાંત હોય તેમજ રાજકોટ મહાનગરપાલિકાએ આ તમામ ખાનગી શાળાઓના માલિકો તેમજ સંચાલકોને નોટીસ આપેલ છે અને તેઓની પાસેથી બાહેંધરી પણ લેવામાં આવેલ છે તો રાજકોટ મહાનગરપાલિકા પગલા લેવામાં કેમ પાછીપાની કરી રહી છે? કોના ઈશારે તંત્રએ આ કામગીરી બંધ કરવાની ફરજ પડી તે બંધ છે તેવા આક્ષેપ સાથે સાગઠિયાએ આ કામગીરી જો આગામી સાત (૭) દિવસમાં  પુનઃ કાયર્િાન્વત કરવામાં નહી આવે તો ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે તેની તમામ જવાબદારી આપની રહેશે. તેવી ચિમકી આવેદનમાં ઉચ્ચારે છે.

(3:50 pm IST)