Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

રાજકોટમાં નવા ર૪ પે એન્ડ પાર્ક સહિત કુલ ૪૮ પાર્કિંગ ઝોનના ટેન્ડરો

શહેરના મુખ્ય માર્ગોમાં મફત પાર્કિંગનો હકક છિનવાયોઃ ચાર્જ ચૂકવવો પડશે : કોન્ટ્રાકટ આપવા માટે ૬૦ હજારથી રII લાખની અપસેટ પ્રાઇઝ રખાઇઃ ટુ વ્હીલરનો પ્રતિ કલાક રૂ. પ અને કારનું પ્રતિ કલાક રૂ. ૧૦નો ચાર્જઃ મવડી ચોકડી અને રૈયા ચોકડી બન્ને ઓવર બ્રીજ નીચે નવા 'પે એન્ડ પાર્ક'

રાજકોટ તા. રર :.. મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીએ શહેરમાં આડેધડ વાહન પાર્કીંગ ઉપર પ્રતિબંધ લાદયો છે. હવે તેની સાથો-સાથ ૪૮ શહેરનાં મુખ્ય માર્ગો ઉપર પે પેન્ડ પાર્કની સુવિધા ઉભી કરવા માટે ટેન્ડરો પ્રસિધ્ધ કરાવ્યા છે. આ ટેન્ડરોમાં કોન્ટ્રાકટરોએ મ્યુ. કોર્પોરેશનને વર્ષે જે કિંમત ચૂકવવાની થાય છે. તેની અપસેટ કિંમત રૂ. ૬૦ હજારથી લઇ રાા લાખ સુધી ની રખાઇ છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનનાં સત્તાવાર સુત્રોનાં જણાવ્યા મુજબ શહેરમાં અગાઉ ર૪ જેટલા મુખ્ય માર્ગો ઉપર પે એન્ડ પાર્ક ચાલુ હતા જેમાં નવા ર૪ નો ઉમેરો કરીને કુલ ૪૮ મુખ્ય માર્ગો ઉપર 'પે એન્ડ પાર્ક' ની વ્યવસ્થા માટે નવી વધુ અપસેટ કિંમતથી ટેન્ડરો પ્રસિધ્ધ કરાયા છે.

જયાં જયાં પે એન્ડ પાર્ક માટે ટેન્ડરો પ્રસિધ્ધ થયા છે તેમાં સર્વેશ્વર ચોક, ત્રિકોણ બાગ, અખા ભગત ચોક, કે.કે.વી. ચોકથી ઇન્દિરા સર્કલ તરફનો ઉગમણી બાજુએ (ઇસ્ટ) ફલાઇ ઓવર નીચે ભાગ-ર., કેકેવી ચોકથી ઇન્દિરા સર્કલ તરફનો આથમણી બાજુએ (વેસ્ટ) બ્રીજ નીચેનો ભાગ-પ, કેકેવી ચોકથી બીગ બજાર તરફનું આથમણી બાજુએ (વેસ્ટ), ફલાઇ ઓવર નીચે ભાગ-૬., બી. આર. ટી. એસ. રૂટ માધાપર ચોકડી, ધનરંજની બિલ્ડીંગ, (ઇમ્પીરીયલ હોટેલ) થી જીલ્લા પંચાયત ચોક સુધી બન્ને બાજુ, માધવ પાર્કીંગ કોઠારીયા ચોકડી નીયર રીંગ રોડ, બી. આર. ટી. એસ. ગોંડલ રોડ, ચોકડી, હોમી દસ્તુર માર્ગ બને સાઇઙ, ઓપન પ્લોટ ઢેબર રોડ, ભાગ-૩, ઓપન પ્લોટ હુડકો કવાર્ટરની પાછળ, ફલાય ઓવર નીચે, ડીમાર્ટ તરફ ગોંડલ રોડ, આત્મીય કોલેજ થી ક્રિસ્ટલ મોલ, નાગરીક બેંક સામે, ઢેબરભાઇ રોડ, કોર્નરનો પ્લોટ.,

કેકેવી ચોકથી બીગ બજાર તરફનો ઉગમણી બાજુએ (ઇસ્ટ) બ્રીજ નીચેનો ભાગ-૧, ઇન્દીરા સર્કલથી રૈયા ટેલીફોન તરફનો ઉગમણી બાજુએ (ઇસ્ટ) બ્રીજ નીચેનો ભાગ-૩, ઇન્દીરા સર્કલથી રૈયા ટેલીફોન તરફનો આથમણી બાજુએ (વેસ્ટ) બ્રીજ નીચેનો ભાગ-૪. મોચી બજાર કોર્ટથી પેટ્રોલ પંપ રોડ, આલ્ફ્રેડ હાઇસ્કુલથી ભાભા હોટેલ, તનિષ્ક ટાવરથી માલવીયા ચોક, આર. કે. સી. ની દીવાલ રાધાક્રિષ્ણ રોડ, જયુબેલી શાક માર્કેટ, ઢેબર રોડ, ભાગ-ર., ઢેબરભાઇ રોડ ભાગ-૪, ગોવર્ધન ચોક, ૧પ૦ ફુટ રીંગ રોડ, (ફોરચ્યુન હોટલ પાસે), અટલ બિહારી વાજપાઇ ઓડીટોરીયમ સામેનો ઓપન પ્લોટ, મવડી ચોકડીથી ગોંડલ ચોકડી તરફનો ઉગમણી બાજુએ (ઇસ્ટ) બ્રીજ નીચેનો ભાગ-૧, મવડી ચોકડીથી નાના મવા ચોકડી તરફનો ઉગમણી બાજુએ (ઇસ્ટ) બ્રીજ નીચેનો ભાગ-ર, મવડી ચોકડીથી નાનામવા ચોકડી તરફનો આથમણી બાજુએ (વેસ્ટ) બ્રીજ નીચેનો ભાગ-૩, મવડી ચોકડીથી ગોંડલ ચોકડી તરફનો આથમણી બાજુએ (વેસ્ટ) બ્રીજ નીચેનો ભાગ-૪., રૈયા ચોકડીથી ઇન્દીર સર્કલ તરફનો ઉગમણી બાજુએ (ઇસ્ટ) બ્રીજ  નીચેનો ભાગ-૧. રૈયા ચોકડીથી નાણાવટી ચોક તરફનો ઉગમણી બાજુએ (ઇસ્ટ) બ્રીજ નીચેનો ભાગ-ર.

રૈયા ચોકડીથી નાણાવટી ચોક તરફનો આથમણી બાજુએ (વેસ્ટ) બ્રીજ નીચેનો ભાગ-૩., રૈયા ચોકડીથી ઇન્દિરા સર્કલ તરફનો આથમણી બાજુએ (વેસ્ટ) બ્રીજ નીચેનો ભાગ-૪., પારડી રોડ કોમ્યુનીટી હોલની બાજુમાં વોર્ડ નં. ૧૭, સ્ટલીંગ હોસ્પિટલની બાજુમાં ૧પ૦ ફુટ રીંગ રોડ, ઓપન પ્લોટ, પ્રમુખ સ્વામા ઓડીટોરીયમની બાજુમાં, ઓપન પ્લોટ સત્ય સાંઇ હોસ્પિટલ રોડ, ઓપન પ્લોટ નહેરૂનગર ૮૦ ફુટ રોડ, યોગેશ્વર સોસાયટી, ઓપન પ્લોટ ટી. પી. ૧૧ એફ. પી. ૪૬ વોર્ડ નં. ૧૯ સેન્ટ્રલ ઝોન (પુરૂષાર્થ સોસાયટી).

ઓપન પ્લોટ પંચાયતનગર ચોક, ગ્રીનલેન્ડ ચોકડી (બ્રીજની સાઇડનો પ્લોટ), જાગનાથ મંદિર આગળનો ઓપન પ્લોટ, કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ ચોકથી કોર્પોરેશન ચોક સુધી રોડની બંને બાજુ, પીડીએમ કોલેજથી જુના જકાત નાકા, ગોંડલ રોડ, સુધી બંને બાજુ વગેરે સ્થળોનો સમાવેશ થાય છે.

(3:25 pm IST)