Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

સાતુદડમાં પાર્ક કરેલા ટ્રકમાંથી ૯૦ હજારના વ્હીલપ્લેટ અને બે બેટરીની ચોરી

રાજકોટ, તા., રરઃ જામકંડોરણાના સાતોદડ ગામમાં પાર્ક કરેલા ટ્રકમાંથી તસ્કરો રૂ. ૮૯,પ૦૦ની કિંમતની વ્હીલ પ્લેટ ટાયર સાથે અને બે બેટરી ચોરી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ જામકંડોરણાના સાતોદડ ગામમાં રહેતા વિક્રમસિંહ નવલસિંહ જાડેજા (ઉ.વ.૪૩) એ ગઇ કાલે પોતાનો જી.જે. ૧૩ ડબલ્યુ ૦૭૭૩નો ગામમાં જીવીસીએલ પાવર હાઉસની બાજુમાં સરકારી ખરાબામાં પાર્ક કર્યો હતો. દરમ્યાન કોઇ અજાણ્યા ચાર શખ્સોએ ટ્રકમાંના વ્હીલપ્લેટ સાથેના બે ટાયર અને બંન્ને બેટરી કિંમત રૂ. ૮૯,પ૦૦ની મતા ચોરી ગયા હતા. આ બનાવ અંગે જામકંડોરણા પોલીસે વિક્રમસિંહની ફરીયાદ દાખલ કરી પીએસઆઇ વી.બી.ચૌહાણે તપાસ હાથ ધરી છે.

(11:54 am IST)