Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

આજી(૧) માં અર્ધો ફુટ નવા નીરઃ ભાદરમાં પણ નજીવી આવકઃ લાલપરીમાં ૩.પ૦ ફુટ

ભાદરમાં આજથી ફરિ નર્મદા નીર ઠાલવવાનું શરૂ

રાજકોટ તા. રર :.. શહેર તથા ઉપરવાસમાં ગઇ સાંજે પડેલા ધોધમાર ર થી રાા ઇંચ વરસાદના પગલે રાજકોટની જીવાદોરી સમાન આજી(૧) ડેમમાં અર્ધો ફુટ નવા પાણીની આવક થઇ છે.

જયારે ભાદર ડેમમાં પણ પાણીની નજીવી આવક થઇ છે. ઉપરાંત શહેરની ભાગોળે આવેલ લાલપરી ડેમમાં ૩.પ૦ ફુટ નવુ પાણી આવ્યુ છે.

આ અંગે મેયર બીનાબેન આચાર્યએ જાહેર કરેલા સત્તાવાર આંકડાઓ મુજબ આજી-૧ ડેમમાં ગઇકાલનાં વરસાદથી ડેમની સપાટીમાં અર્ધા ફુટનો વધારો થયો છે. જેથી  કુલ ર૯ ફુટનાં આ ડેમની હાલની સપાટી ૧૬.૧૪ ફુટે પહોંચી છે.

જયારે ૩૪ ફુટનાં ભાદર ડેમમાં ૭.પ ફુટ એટલે કે ૭ એમ. સી. એફ. ટી. નવા પાણીની નજીવી આવક થઇ દરમિયાન આજથી ભાદરમાં ફરીથી નર્મદા નીર ઠાલવવાનું શરૂ કર્યુ છે. જેથી સિંચાઇ ઉપરાંત ગોંડલ, જેતપુર, વેરાવળ, શાપરમાં ભાદરનું  પાણી પહોંચાડી શકાય.

આ ઉપરાંત લાલપરી તળાવમાં પણ ૩.પ૦ ફુટ જેટલુ પાણી આવ્યુ છે. નોંધનીય છે કે ન્યારી (૧) માં નવા પાણીની કોઇ આવક નથી. આ ડેમથી હાલની સપાટી ૧૧ ફુટે છે.

(3:24 pm IST)