Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

નાણાવટી ચોક આવાસ યોજના કવાર્ટરમાં જુની અદાવતમાં અનીશ સોલંકી પર રાજા અને મહેબૂબનો છરીથી હુમલો

રાજકોટઃ નાણાવટી ચોક આવાસ યોજના બ્લોક નં.૧૩ કવાર્ટર નં.૩૩૬ માં રહેતો અનીશ હનીફભાઇ સોલંકી (ઉ.વ.ર૩) ગઇ કાલે પોતાના ઘર પાસે હતો ત્યારે રાજા બાબાખાન અને મહેબુબ શાહમદારે તેની પાસે આવી જૂની અદાવત બાબતે અનીશને બોલાવી ઝઘડો કરી છરી તથા લોખંડના પાઇપ વડે માર મારી જાનથી મારી  નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા. આ અંગે અનીશે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ વાઘોશીએ તપાસ આદરી છે.


 

(1:16 pm IST)