Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

ભગવતીપરામાં મુમતાઝ સમાના મકાનમાં ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ જુગાર રમતા ૧૦ પકડાયા

રાજકોટઃ ભગવતીપરામાં  મુસ્લીમ મહિલાના મકાનમાં જુગારધાર ચાલતો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી જુગાર રમતા મહિલા સહિત દસ શખ્સોને પકડી લીધા છે.

મળતી માહિતી મુજબ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશ્નર એસ. એમ. ખત્રી તથા એસીપી જયદેવસિંહ સરવૈયાની સુચનાથી ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એચ.બી. ધાંધલ્યા, હેડ કોન્સ. સામતભાઇ ગઢવી, ચેતનસિંહ ચુડાસમા, હીતેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, જયંતીભાઇ ગોહેલ, સંજયભાઇ કુમારખાણીયા, શૈલેષગીરી, શૌકતખાન, યોગીરાજસિંહ હીરેન્દ્રસિંહ તથા મહિલા કોન્સ. પ્રભાબેન સહિત પેટ્રોલીંગમા  હતા ત્યારે સામતભાઇ તથા શૈલેષગીરી ને મળેલી બાતમીના આધારે ભગવતી પરામાં રહેતી મુમતાઝ અબ્દુલભાઇ સમા (ઉ.વ.૪૦)  ના મકાનમાં દરોડો પાડી મકાન માલીક મુમતાઝ તથા ભગવતીપરાના રહીમ  વલીમામદભાઇ અલોગા (ઉ.વ.રપ) ઇકબાલ જુમાભાઇ હીંગોરજા (ઉ.વ.૩ર) લાલજી બચુભાઇ પરમાર(ઉ.વ. પ૩) કોઠારિયા સોલવન્ટ નુરાની પરાનો ઇરફાન સત્તારભાઇ કુરેશી (ઉ.વ. ૩ર)  નાસીર સાજીદભાઇ ઠેબા (ઉ.વ.ર૧) ભગવતીપરાનો સીકંદર આમદભાઇ સમા(ઉ.વ.૧૯), પેડક રોડ ગાંધી સ્મૃતિ સોસાયટી-૩ નો દિલીપ ભાલસંગભાઇ ચૌહાણ (ઉ.વ.૩૭), ભગવતી પરાની પૂજા અજય ડાભી (ઉ.વ. ર૩) અને  રેહાના અકબરભાઇ પલેજા (ઉ.વ.ર૬) ને જુગાર રમતા પકડી લઇ રૂ. રપ૭પ૦ નીરોકડ સહિતની મત્તા કબજે કરી કાર્યવાહી કરી હતી.

(1:07 pm IST)