Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

રાજકોટમાં વેપારીનો ફાંસો ખાઇ આપઘાત

રાજકોટઃ રાજકોટના હરીધવા રોડ ઉપર રહેતા અને પ્લાયવુડનો વ્યવસાય કરતા પ્રજાપતિ  યુવાને પોતાને ઘરે કોઇ કારણોસર  ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

શહેરના હરીધવા રોડ ઉપર  જ્ઞાનધારા સ્કુલ પાસે રહેતા અને ગોવિંદનગરમાં જયોતિ એન્ટરપ્રાઇઝ નામે પ્લાઇવુડની દુકાન ધરાવતા  સંજયભાઇ ચંદુભાઇ  પાટડીયા નામના ૩૦ વર્ષિય  યુવાને સવારે પાતાના ઘરે  પંખામા ચાદર બાંધી  ગળેફાંસો  ખાઇ આપઘાત  કરી લેતા ચર્ચા  મચી જવા  પામી છે.  ઘટનાની જાણ થતા ભકિતનગર  પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.બી.કોડીયાતર  સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહ પોસ્ટમાર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડી જ રૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક એક  ભાઇ અને એક બહેનમાં મોટો હોવાનું તેમજ સંતાનમા બે દિકરા હોવાનું  જાણવા મળ્યું છે.

(12:19 pm IST)
  • બોટાદમાં બે મુસ્લિમ જૂથ વચ્ચે ધીંગાણું : એકનું મોત : એક ગંભીર : સાબિયા હોસ્પિટલ પાસે બંને જુથ્થ વચ્ચે મારામારી : જૂની અદાવતને કારણે બંને જૂથો બાખડ્યા access_time 10:19 pm IST

  • રાજકોટ-આટકોટ રોડ પર આવેલ માતૃશ્રી શ્રી ડી.બી.પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંકુલમાં 4.15 લાખની ચોરી : ચોરી કરતો શખ્શ સીસીટીવીમાં કેદ :પોલીસ તપાસનો ધમધમાટ શરુ access_time 8:32 pm IST

  • ચેન્નાઈમાં મૂક બધિર બાળા ઉપર દુષ્કર્મના રાજકોટમાં ઘેરા પડઘા: બધિર મંડળ રાજકોટ દ્વારા વિરોધ પ્રદર્શન : હોસ્પિટલ ચોક પાસે હાથમાં બેનર લઈને કર્યો વિરોધ : અનેક લોકો જોડાયા access_time 6:51 pm IST