Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

ગાંધીગ્રામ-ર (યુનિવર્સિટી) પોલીસ સ્‍ટેશનનો સપાટો : ગેરકાયદેસર દુકાન પચાવી પાડનારની ધરપકડ કરી તજવીજ હાથ ધરાઇ

લેન્‍ડ ગ્રેબીંગના નવા કાયદા હેઠળ ગુન્‍હો દાખલ કરાયો

રાજકોટ : આ કામે ફરીયાદી હેમલતાબેન વા/ઓ અરજણભાઇ ભવાનભાઇ બોરડ-પટેલ ઉવ.૬૨, ધંધો.નિત્રુત, રહે. રાજકોટ ચંદ્ર પાર્ક શેરી નંબર-૧૬ કોર્નર ૧૫૦ ફુટ રીંગ રોડ મો.નં. ૯૪૨૬૪ ૪૯૦૮૭ વાળાની માલીકીની રાજકોટ તાલુકાના નાનામવા રેવન્યુ સર્વે નંબર-૭૮ પૈકી ટી.પી.સ્કીમ નંબર-ર ના ફાઇનલ પ્લોટ નંબર-૧૬૬-૧૬૭ ઉપર આવેલ રવી ટાવર નામે ઓળખાતી બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફ્લોર માં દુકાન નંબર-૪ ઉપર સને-૨૦૦૮ થી આ કામના આરોપી રાજેશ્વર ઉર્ફે રાજુભાઇ મનુભાઇ સોલંકી રહે- રાજકોટ વિજયનગર સોસાયટી શેરી નંબર-૧૦/૮ કોર્નર નવા થોરાળા વાળાએ ફરીયાદીની ઉપરોક્ત દુકાન પોતાના કબજામા રાખવા બાબતે કોઇ આધાર પુરાવા ન હોવા છતા આ દુકાન ઉપર સને-૨૦૦૮ થી કબજો કરી લઇ ફરીયાદીની લાખો રૂપીયાની મીલકત સમી દુકાન પચાવી પાડેલ હોય અને દુકાનનુ ભાડુ પણ આપતા ન હોય અને આજદીન સુધી દુકાન ખાલી કરેલ ન હોય જેથી આરોપી વિરૂધ્ધ લન્ડ ગ્રેબીંગના નવા કાયદા મુજબ ગુન્હો દાખલ કરવા માટે ફરીયાદીએ જીલ્લા કલેક્ટર સાહેબ શ્રી ને અરજી આપેલ હતી.

જે અરજીના કામે જીલ્લા કલેક્ટર સાહેબની કચેરી ખાતે તા.૧૦/૦૬/૨૦૨૧ ના રોજ કમીટી ના નિર્ણય આધારે ઉપરોક્ત આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરવા માટેનો હુકમ થઇ આવેલ હોય જેથી મ્હે. પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ, તથા સંયુકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ (ઝોન-૨ર), નાઓના માર્ગદર્શન હેઠળ નીચે જણાવેલ આરોપી વિરૂધ્ધ આજરોજ તા.રર/૦૬/ર૦ર૧ ના કલાક ૧૮/૪૫ વાગ્યે ગાંધીગ્રામ-ર૨ (યુનિ.) પો.સ્ટે ગુ.ર.નં. ૧૧૨૦૮૦૦૩૨૧ ૨૮૫ર/ર૦૨ર૧ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિ.ર૦૨૦ ની ક્લમ- ૩,૪(૩), પ(ખ),(ગ) મુજબનો ગુન્હો દાખલ કરવામા આવેલ છે. અને આરોપીને હસ્તગત કરી કોરોના ટેસ્ટ કરાવી ધરપકડ કરવા તજવીજ કરવામા આવેલ છે. જે ગુન્હાની તપાસ અમારા હસ્તક ચાલુ છે.

રાજેશ્વર ઉર્ફે રાજુભાઇ મનુભાઇ સોલંકી રહે- રાજકોટ વિજયનગર સોસાયટી શેરી નંબર-૧૦/૮ કોર્નર નવા થોરાળા  પોલીસ ઇન્સ્પેકટર એ.એસ.ચાવડા, પો.સબ.ઇન્સ. એ.બી.જાડેજા, એ.એસ.આઇ. બળભદ્ર્સિંહ દશરથસિંહ, પો.હેડ.કોન્સ. ગિરિરાજસિંહ સજજનસિંહ, હરપાલસિંહ જશુભા, રાજેશભાઇ નાગદાનભાઇ, યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ, પો.કોન્સ. લક્ષ્મણભાઇ રાણાભાઇ, જેન્તીગીરી ગૌસ્વામી, બળભદ્રસિંહ સુરૂભા

ગાંધીગ્રામ-૨ (યુનિ.) પોલીસ સ્ટેશન, રાજકોટ શહેર. - એ.એસ.આઇ. પર્વતસિંહ એમ. પરમાર, સુધાબેન એમ. સોલંકી, પો.હેડ.કોન્સ. વિજેન્દ્ર્સિહ જાડેજા, પો.કોન્સ. રોહિતભાઇ કાઠીયા, મદદનીશ પોલીસ કમીશ્વર (પશ્ચિમ વિભાગ), રાજકોટ શહેર

(11:06 pm IST)