Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

સામાજીક સેવાકીય ક્ષેત્રે રોટરી કલબ ઓફ રાજકોટ પ્રાઇમ દ્વારા નોંધનીય કામગીરી

ત્રણ માસમાં પ૧ હજારથી વધુ લોકોને મદદઃ આગામી દિવસોમાં અનાજ કીટ-તાલપત્રી વિતરણ સહિતના આયોજનો

રાજકોટ તા. રર :.. રોટરી કલબ ઓફ રાજકોટ પ્રાઇમનો ડીસ્ટ્રીકટ ગવર્નર રોટે. પ્રશાંતભાઇ જાનીના માર્ગદર્શન હેઠળ ચાલુ કરવામાં આવેલ જેમાં પ્રેસીડેન્ટ પદે વિશાલભાઇ સરવૈયા તથા સેક્રેટરી પદે મેહુલભાઇ જામંગની નિમણુંક કરવામાં આવેલ.

ખુબ જ ટંૂકા ગાળામાં રોટરલ કલબ ઓફ રાજકોટ પ્રાઇમ દ્વારા ૭ (સાત) થી વધુ સામાજીક પ્રવૃતિ કરીને પ૧,૦૦૦ થી વધુ લોકોને મદદરૂપ બનેલ. અલગ-અલગ સામાજીક પ્રવૃતિઓ જેમ કે UPSCની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને વ્યવસાયિક તાલીમ અલગ અલગ વિસ્તારમાં પ૦ થી વધુ પાણી તથા છાશના જગ મુકવા,  RAY Of HOPE  ના  પ્રોજેકટ નામ અંતર્ગત ઓકસીજન બેંક ચાલુ કરાવી,  KILL THE GOONIES  સૌરાષ્ટ્રના ૧૦૦ થી વધુ નાનામાં નાના ગામને નિઃશુલ્ક સેનીટાઇઝ કરી ગામ અને ગામના લોકોને કોરોના મુકત થવામાં મદદરૂપ બનવું, BREATHE RAJKOT  હેઠળ પ કોન્સન્ટ્રેટર મશીન રોટરી દ્વારા આપવામાં આવેલ અને રોટરી પ્રાઇમ દ્વારા ખુબજ સુંદર રીતે સંચાલન કરી લોકોને મદદરૂપ બનેલ. (૬) સૌરાષ્ટ્ર ઉપર વર્ષનું સૌથી ભયાનક અને વિનાશકારક વાવાઝોડું ''તાઉતે'' દરમ્યાન પણ રોટરી પ્રાઇમ દ્વારા સરકારની સાથે રહીને ૭૦૦ થી વધુ હેવી ફુડ પેકેટ બનાવીને સેવામાં સહભાગી બનેલ.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે બ્રહ્મકુમારી સંસ્થા-રાજકોટના સહયોગથી ત્રંબા પાસે સ્થિત હેપી વિલેજમાં ૧૦૦ થી વધુ વૃક્ષ વાવી પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવેલ. આગામી સમયમાં રોટરી પ્રાઇમ દ્વારા વિવિધ અલગ-અલગ સેવાકીય પ્રોજેકટ નકકી કરેલ છે જેમ કે કોરોના દરમ્યાન જ લોકોના કામ-ધંધા સાવ બંધ થઇ ગયા હોયઅને ખુબજ જરૂરીયાત વાળાને ઘેર અનાજ-રાસનની કીટ આપવામાં આવશે. પછાત વિસ્તારમાં રહેતા મજુર વર્ગ જેને વરસાદમાં પાકિક છત નો હોય તેવા લોકોને તાલપત્રી આપવાથી ઘરમાં પાણીથી થતું નુકસાન બચવામાં મદદરૂપ બનશે.

રાજકોટ શહેરના નામાંકિત ડોકટર્સની ટીમના સહયોગથી રોટરી પ્રાઇમ દ્વારા વિવિધ પ્રકારના મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવશે. આવા વિવિધ પ્રકારના સમાજ ઉપયોગી કાર્ય રોટરી પ્રાઇમ કરી સમાજને મદદરૂપ બનશે. આ કલબને સ્થાપવા માટે ભાવેશ વેગડા તથા મીહીર મોદીએ ખૂબજ મહેનત ઉઠાવી હતી. વિવિધ પ્રોજેકટમાં ગ્રુપના વિવિધ લોકોનો સિંહ ફાળો છે.જેમકે ડીસ્ટ્રીકટ ગવર્નર-પ્રશાંત જાની, પ્રેસીડેન્ટ, વિશાલ સરવૈયા, સેક્રેટરી, મેહુલ જામંગ, વાઇસ પ્રેસીડેન્ટ-કમલેશ કાનાબાર, પ્રતિક બદાણી, દર્શન વાઢેર, ક્રિદન પડીયા, રાજન પોપટ, નિહાર ચંદારાણા, તન્વી ગાદીયા, કલ્પેશ ગણાત્રા, મેહુલ પરમાર, દર્ષ હરીયાણી, રીમાં વાઢેર, ઉર્વી દેસાઇ, તુષાર સીમરીયા, કીર્તિરાજ ગોહીલ, નીખીલ સલીઅન, દર્શિત મહેતા, ડો. મેહુલ ચૌહાણ, તથા મીડીયા ડિરેકટર શ્રેયાંસ મહેતા (વિકાસ પબ્લીસીટી) દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી. રોટરી કલબ ઓફ રાજકોટ પ્રાઇમના વિવિધ પ્રોજેકટમાં જોડાવા તથા સહકાર આપવા માટે સંપર્ક મેહુલ જામંગ-૯૮રપ૭ ર૮૭૮૭

(4:20 pm IST)