Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

મારવાડી યુનિવર્સિટી કેમ્પસમાં યોગ દિનની ઉજવણી

મારવાડી યુનિવર્સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય રજત પદક વિજેતા યોગ પ્રેકિટશનર સુશ્રી નીલમ સુતરીયા દ્વારા યોજાયેલ એક કલાકના સુંદર યોગ સત્રની જેમણે મારવાડી યુનિવર્સિટીના ૫૦ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિધાર્થીઓની સાથે કેમ્પસમાં સવારે ૦૮ થી ૦૯ સુધી વિવિધ આશન અને શ્વાસ લેવાની કવાયત કરી હતી. તેમણે સઠભાગીઓને આસનો અને પ્રાણાયમ કરાવ્યા હતા તથા વિદ્યાર્થીઓને જુદા જુદા આસનોનું માર્ગદર્શન આપ્યું હતું અને દૈનિક જીવનમાં યોગાસનોનું મહત્વ સમજાવ્યું હતું જે બધા માટે ઘણુંજ રસપ્રદ રહ્યુંું હતું. પ્રો. (ડો) સંદીપ સંચેતી, પ્રોવોસ્ટ, મારવાડી યુનિવર્સિટી, તેમણે વિધાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે યોગ અને ધ્યાન ની ટેકનીક ના અનેક માનસિક અને શારીરિક ફાયદાઓ છે જે આ પડકારજનક સમયમાં સકારાત્મક સ્વાસ્થ્ય માટે બહુ જરૂરી છે.  મારવાડી યુનિવર્સિટીના સ્થાપક અને પ્રમુખ કેતન મારવાડી અને મારવાડી યુનિવર્સિટીના સહ-સ્થાપક અને ઉપ-પ્રમુખ જીતુભાઇ ચંદારાણાએ  કાર્યક્રમ ને બિરદાવતા જણાવ્યું હતું કે હાલના કોરોના કાળ માં આપણા બધા માટે નિયમિત ધોરણે યોગાભ્યાસ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. શરીરની એકંદર પ્રતિકારક શકિત સુધારવી હાલ ના સમયમાં બહુજ જરૂરી છે.

(4:13 pm IST)