Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

હેટ્રિકઃ શહેરમાં બપોર સુધીમાં આજે પણ '૦'કેસ

કુલ કેસનો આંક ૪૨,૬૪૭: આજ દિન સુધીમાં ૪૧,૯૨૮ દર્દીઓએ કોરોનાને હરાવ્યોઃ રિકવરી રેટ ૯૮. ૩૧ ટકા થયો

રાજકોટ તા.૨૨: શહેરમાં બપોર સુધીમાં કોરોનાના શુન્ય કેસ નોંધાતા સતત ત્રીજા દિવસે એકેય રિપોર્ટ પોઝિટિવ ન આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં એકેય કેસ નોંધાયા નથી. શહેરમાં અત્યાર સુધીમાં કુલ  કેસ ૪૨,૬૪૭ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૪૧,૯૨૮ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

ગઇકાલે કુલ ૧૧૫૪ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૯ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦.૭૮ ટકા થયો  હતો. જયારે ૪૩ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં ૧૧,૭૯,૨૦૮ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૬૪૭  સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૬૨ ટકા થયો છે. જયારે રિકવરી રેટ ૯૮.૩૧ ટકાએ પહોંચ્યો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ છે.

(3:15 pm IST)