Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

ભારદ્વાજ, અમીન અને રમીલાબેનને રાજકોટ જિલ્લા ભાજપના અભિનંદન

રાજકોટ તા. રરઃ ગુજરાત રાજયના સભા ચૂંટણીમાં ભાજપાના ત્રણેય ઉમેદવારો અભયભાઇ ભારદ્વાજ, રમીલાબેન, નરહરીભાઇ અમીનને વિજયી થવા બદલ રાજકોટ જીલ્લા ભાજપાના અધ્યક્ષ ડિ. કે. સખીયા તથા મહામંત્રી ભાનુભાઇ મેતા, જયંતિભાઇ ઢોલ, ડો. ભરતભાઇ બોઘરાએ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં લોકસભા, ધારાસભા તેમજ અનેક ચૂંટણીઓમાં જંગી બહુમતીથી જીત હાંસલ કરી છે. ત્યારે રાજયસભાની ચૂંટણીમાં ભાજપાના રાજયસભાના ત્રણેય ઉમેદવારો જંગી બહુમતીથી જીતી જશે તેવો વિશ્વાસ પ્રથમથી જ વ્યકત કર્યો હતો.

ગાલવાન ઘાટીમાં ભારતના વીરજવાનો શહીદ થયા છે. તેમજ કોરોનાની મહામારીની પરિસ્થિતિને ધ્યાને લઇને કાર્યકર્તાઓ-સમર્થકો અને શુભેચ્છકોએ વિજયી ઉત્સવ ન મનાવવા ખાસ અપીલ કરવામાં આવેલ છે. ત્રણેય ઉમેદવારો રાજયસભાના સાંસદ તરીકે રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સહભાગી બની પોતાની જવાબદારી નિર્વહન કરી ગુજરાતના વિકાસકીય કાર્યોમાં પોતાનું યોગદાન આપશે.

(3:00 pm IST)