Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

માનવ અધિકારોના રક્ષણ અંગે પોલીસ અધિકારીઓ માટે સેમીનાર યોજાયો

રાજકોટ : પોલીસ કમમિશ્નર મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર અજયકુમાર ચૌધરીની સુચના થતા માર્ગદર્શન હેઠળ આજરોજ પોલીસ હેડ કવાર્ટસ તાલીમ ભવન ખાતે નાયબ પોલીસ કમિશ્નર રવિ મોહન સૌની તથા મનોહરસિંહ જાડેજા,અધ્યક્ષ સ્થાને એક સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ડી.કે. બાસુ વિરૂધ્ધ પશ્ચિમ બંગાળ સ્ટેટ તથા અરનેશકુમાર વિરૂધ્ધ સ્ટેટ ઓફ બીહાર ના કામે નામ. સુપ્રીમ કોર્ટએ આરોપીઓની ધરપકડ/અટકાયત કરવા સબંધી માર્ગદશર્કિા આપેલ જે અનુસંધાને નામ.સુપ્રિમ કોર્ટ તથા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ માર્ગદર્શીકાઓ તથા સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ સીમા ચિન્હ  જજમેન્ટોની માહીતી તથા અધિનીયમોની જાણકારી માનવ અધિકાર હનન જેવા અતિ સંવેદનશીલ બનાવો/ ઘટનાઓ રોકવા, અંકુશ લાવવા રાજકોટ શહેરના તમામ અધિ./કર્મચારીઓને પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનથી જાણકારી આપેલ હતી. આ સેમીનારમાં રાજકોટ શહેરના સુપીરીએર ઓફીસર તથા રાજકોટ શહેરના તમામ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટરો તથા પોલીસ સબ ઇન્સ્પેકટરો તથા ૨૦૦ થી વધુ પોલીસ કર્મચારીઓ હાજર રહેલ હતા.

(4:02 pm IST)