Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

વીવીપી કોલેજમાં યોગ

રાજકોટઃ વી.વી.પી. ઇજનેરી કોલેજના સેન્ટ્રલ ગાર્ડન તેમજ ઝવરેચંદ મેઘાણી ઓડીટોરીયમના વિશાળ ઇન્ડોર એન્ટ્રી પેસેજમાં સાપ્તાહિક યોગા અભ્યાસ સાથે કોલેજમાં ઇન્ટરનેશનલ યોગા દિવસની શાનદાર ઉજવણી થઇ. આ પ્રસંગે જાણીતા યોગા ઇન્સ્ટ્રકટર બાબુભાઇ ચૌહાણ, અનિલભાઇ ત્રિવેદીએ યોગ સપ્તાહ અંતર્ગત સેવા આપેલ. યોગા ઇન્સ્ટ્રકટર બાબુભાઇ ચૌહાણ અને અનિલભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, મેન્ટલ, ફીઝીકલ અને ઇમોશનલ બેલેન્સ માટે યોગા અતિ-આવશ્યક છે. શારીરિક રોગોની સાથે સાથે સાયકોલ-સેમેટિક રોગો જેવા કે, ડાયાબિટીસ, બીપી પણ આજે સમાજમાં ઘર કરી રહ્યા છે તેવા સમયે વ્યકિતગત બેલેન્સ માટે પણ યોગા આવશ્યક છે.

(3:51 pm IST)