Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

૨૧ વર્ષથી સતત સભાસદોના વિશ્વાસના વટવૃક્ષ સમાન શ્રી શિવશકિત શરાફી મંડળીઃ ૧૨૧૧૭ સભાસદોઃ ૭૩,૫૯,૩૮,૬૯૧ કરોડની થાપણોઃ ૭૩,૮૬,૮૨,૬૬૩ કરોડનું ધિરાણઃ ૧,૪૦,૦૦૦ કરોડનો નફોઃ ટનાટન પરિણામો જાહેર

ચેરમેન હરગોપાલસિંહ જાડેજાનું સબળ નેતૃત્વઃ લોખંડી તાકાત સમી સધ્ધરતાઃ સેવાનું અનોખું માધ્યમ : અવસાન પામતા સભાસદોના વારસદારોને સહાયઃ કેન્સરગ્રસ્ત સભાસદોને તબીબી સારવારઃ સતત ૧૯માં વર્ષે ભેટઃ ઓડીટ વર્ગ-'અ'

રાજકોટ, તા. ૨૨ :. સમાજના નાના-મધ્યમ વર્ગની આર્થિક જરૂરીયાતો પરિપૂર્ણ કરવા અને તેઓમાં બચતની ભાવના કેળવવા માટે આજથી ૨૧ વર્ષ પૂર્વે સહકારી આગેવાન હરગોપાલસિંહ જાડેજાએ સ્થાપેલી શ્રી શિવશકિત શરાફી મંડળી લી. સ્થાપના બાદ સતત પ્રગતિમાં સડસડાટ આગળ વધી રહી છે અને વિકાસના નવા નવા શિખર સર કરી રહી છે. આ આગેવાને સહકારરૂપી વાવેલુ બીજ આજે એક વિશાળ વટવૃક્ષ બની ચૂકેલ છે. લોખંડી તાકાત સાથે આ મંડળી આજે કોઈ બેંકને પણ ટક્કર મારે એટલી હદે સધ્ધર અને સબળ બની છે.

વિના સહકાર નહી ઉધ્ધાર સિદ્ધાંતને વરેલી આ મંડળની ૨૧મી વાર્ષિક સભા તાજેતરમાં મંડળીના કાર્યાલયના પટાંગણમાં યોજવામા આવી હતી જેમાં બહોળી સંખ્યામાં સભાસદ ભાઈ-બહેનો હાજર રહ્યા હતા અને ચેરમેન હરગોપાલસિંહ જાડેજા, યુવા ધરોહર કુલદિપસિંહ જાડેજા અને સલાહકાર ડી.ડી. છાયાના નેતૃત્વમાં અખૂટ વિશ્વાસ વ્યકત કર્યો હતો. આ મંડળીની ૩૧-૩-૨૦૧૯ની સ્થિતિએ સભાસદ સંખ્યા ૧૨૧૧૭થી વધુ, ફબ સંખ્યા ૧૦૯૯૯ શેર ભંડોળ ૫,૭૧,૫૫,૫૦૦. થાપણો ૭૩,૫૯ કરોડથી વધુ, ધિરાણ ૭૩,૮૬ કરોડથી વધુ, બેંકોમાં થાપણો ૧૩,૫૬ કરોડ નજીક અને નફો ૧ કરોડ ૪૦ લાખ જેટલો નોંધાયો છે. પારદર્શિતા, કરકસર, લોકશાહી વહીવટ, ઝડપી અને ઉત્કૃષ્ટ સેવા તથા સહકારના સિદ્ધાંતોને વરેલી આ મંડળી પહેલેથી જ ઓડીટ વર્ગ 'અ' ધરાવે છે અને ૯૮ ટકા જેવી રીકવરી પણ ધરાવે છે. સભાસદો, થાપણદારો, લોન ધારકોના વિશ્વાસના સહારે આ મંડળી હજુ પ્રગતિ કરશે એમાં કોઈ શંકા નથી.

મંડળીની સાધારણ સભા પ્રસંગે ચેરમેન જાડેજાએ સૌનું સ્વાગત કરી જણાવ્યુ હતુ કે સભાસદોનો વિશ્વાસ એ જ અમારી મૂડી છે અને સહીયારા પ્રયાસોતી અમે આગળ વધવા માંગીએ છીએ. તેમણે આ પ્રસંગે સભાસદોને જણાવ્યુ હતુ કે મંડળીની શિવકવચ વિમા યોજના હેઠળ મંડળીના સભાસદોના અવસાન બાદ ૧૦ જેટલા વારસદારોને રૂ. ૪ લાખનું ચુકવણુ કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત તબીબી સહાય અર્થે કેન્સરના કુલ ૫ દર્દીઓને દરેકને ૫ હજાર લેખે ૨૫ હજાર આપી સામાજિક સેવા બજાવવામાં આવી હતી. તેમણે જણાવ્યુ હતુ કે મંડળી દ્વારા ૧૮ વર્ષથી ગૃહ ઉપયોગી સભાસદ ભેટ આપવામાં આવે છે. આ વખતે પણ ૬ કપ-રકાબીનો સેટ ૧૫-૬-૧૯થી વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત સભાસદોના ધો. ૧૦ અને ધો. ૧૨ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનારને સન્માનવાનો કાર્યક્રમ સતત ૧૮ વર્ષથી યોજવામાં આવે છે આ વર્ષે પણ યોજવામાં આવશે.

સાધારણ સભા પુરી થતા આભાર દર્શન યુવા ધરોહર કુલદિપસિંહ એચ. જાડેજા દ્વારા કરવામાં આવ્યુ હતું. સભાને સફળ બનાવવા વ્યવસ્થાપક કમીટીના સભ્યો ઉપરાંત મેનેજર નિપેશ પંડયા સહિતના કર્મચારીઓએ પણ જહેમત ઉઠાવી હતી

(3:49 pm IST)