Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

દર સેકન્ડે મગજ ૨૦ લાખ સંદેશા મેળવે છે : પવનકુમાર સિંઘ

કેએસપીસી દ્વારા ટાટા કેમીકલ્સના સહયોગથી એનએલપી ફોર એકસલન્સ વિષે યોજાયો વાર્તાલાપ

રાજકોટ : કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલના સેન્ટર ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ દ્વારા ટાટા કેમીકલ્સના સહયોગથી તાજતેરમાં બાન હોલ ખાતે ઇન્ટરનેશનલ ટ્રેનર ઓફ એનએલપી એન્ડ હાયપ્નોસીસ તથા કલીનીકલ હાયપ્નોથેરાપીસ્ટ એન્ડ સાયકોથેરાપીસટ પવનકુમાર સિંઘનો માર્ગદર્શક વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો. જેમાં પવનકુમાર સિંઘે જણાવેલ કે અનેએલપી એટલે કે ન્યુરો લીગ્વીસ્ટીક પ્રોગ્રામીંગ. જે એક બ્રેઇન સાયન્સ છે. આપણા મગજના ન્યરોન્સને પ્રોગ્રામ કરીને સફળતા મેળવવા માટે એક વિજ્ઞાન કામ કરે છે. દર સેકન્ડે આપણા મગજને ર૦ લાખ ૪૦ હજાર બીટસ ઇન્ફોર્મેશન મળે છે. આપણા મગજની કેપેસીટી ૧૩૪ બીટસ છે. જીવનમાં આપણું લક્ષ્ય શું છે તે શોધી તેને તમારા વિચાર વ્યવહારમાં લાવો. તમારૂ મગજ તમારી વિચાર શકિત પર આધારીત છે. કાર્યક્રમના પ્રારંભે કાઉન્સીલ ટ્રેનીંગ પ્રોગ્રામ કમીટીના ચેરમેન દિપકભાઇ સચદેએ વિષયલક્ષી માહીતી રજુ કર્યા બાદ કાઉન્સીલના માનદ મંત્રી મનહરભાઇ મજીઠીયાના હસ્તે મુખ્ય વકતાનું પુષ્પ ગુચ્છથી સન્માન કરાયુ હતુ. અધ્યક્ષ સ્થાને ડી.જી. પંચમીયાએ ઉપસ્થિત રહી પ્રાસંગીક પ્રવચન કરેલ. કાર્યક્રમમાં કાઉન્સીલની ગવર્નીંગ બોડીના સભ્ય દિલીપભાઇ ઠાકર, ડો. હિતેશ શુકલ અન્ય સભ્યો અમિત માણેક, એસ.બી.આઇ. ના નિવૃત ચીફ મેનેજર પ્રહલાદભાઇ ગોહેલ, મનસુખલાલ જાગાણી, દિનકરરાય દેસાઇ, નરેન્દ્ર મહેતા, ભુષણ મજીઠીયા તેમજ વિવિધ કંપનીના અધિકારીઓ અને વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની વ્યવસ્થા કાઉન્સીલના આસી. એકઝીકયુટીવ સેક્રેટરી રવિ ત્રિવેદીએ સંભાળી હતી.

(3:46 pm IST)