Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

આંગણવાડી કર્મચારી બહેનો દ્વારા સોમવારથી ગામે ગામ આંદોલનઃ દેખાવો રેલી- આવેદનઃ ૨૫મીએ રાજકોટ- મોરબી જિલ્લાના બહેનોની રેલી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આંગણવાડી બહેનોને પગારમાં રૂ.૧૫૦૦નો વધારો કરેલ હોવા છતાં રાજય સરકારે ન ચુકવતા, નિવૃત વય મર્યાદા, જિલ્લા ફેર બદલી સહિત ૧૨ પ્રશ્ને આંગણવાડી બહેનોનું સોમવારથી ગામેગામ આંદોલન શરૂ કરાશેઃ તા.૨૪ વડોદરા- આણંદ- ખેડા જીલ્લાની બહેનો બપોરે ૩ વાગે કલેકટર કચેરી ખાતે દેખાવો, તેમજ અમદાવાદમાં બપોરે ૩ વાગે કલેકટર કચેરીએ દેખાવો, તા.૨૫ના રાજકોટ- મોરબી જિલ્લાના બહેનો રાજકોટમાં બપોરે ૩ વાગે સિવિલ હોસ્પિટલ ચોકથી રેલી નિકળશે, તા.૨૪ના બપોરે ૩ વાગે, જામનગરમાં બપોરે ૩ વાગે લાલબંગલા ખાતે દેખાવો, સુરતમાં કલેકટર કચેરી ખાતે બપોરે ૩ વાગે આવેવદન પત્ર, તા.૨૪ના રોજ નવસારી કલેકટર કચેરી ખાતે બપોરે ૩ વાગે દેખાવો, ભરૂચમાં તા.૨૪ કલેકટર કચેરી ખાતે આવેદન, ભાવનગરમાં તા.૨૫ના રોજ કલેકટર કચેરીએ આવેદન, અમરેલીમાં તા.૨૪ના રોજ આવેદન પત્ર, વલસાડમાં તા.૨૪ના રોજ આવેદન પત્ર સહિતનાં કાર્યક્રમો યોજાશે અને જો સરકાર માંગણીનો ઉકેલ ન લાવે તો ઉગ્ર આંદોલન કરાશે તેવી ચેતવણી સીટુ સંકલીતઃ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ અરૂણભાઈ મહેતા, મહામંત્રી  કૈલાસબેન રોહીત, ઉપપ્રમુખ નસીમબેન મકરાણી અને સીટુના ધનજીભાઈ પરમારે એક યાદીમાં આપી છે

(3:44 pm IST)