Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

જૈન સોશિયલ એકિટવિટી કલબ દ્વારા જૈન અતુટ બંધનઃ પરિચય મેળો

રાજકોટઃ ૬૦૦ યુવક-યુવતીઓએ જીવનસાથીની પસંદગી પરિવારના સંસ્કાર અને માતા-પિતાની સંભાળ અંગે માર્ગદર્શન મેળવ્યું.જૈન સોશિયલ એકિટવિટી કલબ રાજકોટ દ્વારા જીવનસાથી જૈન અતૂટ યુવક યુવતી પરિચય મેળાનું આયોજન રાજકોટના એન્જિનિયરીંગ કોલેજ ખાતે કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં ૬૦૦થી વધારે પણ વધારે યુવક-યુવતીઓએ ફોર્મ ભર્યા હતા તેમજ પોતાના જીવનસાથીને શોધવા પોતાનો બાયોડેટા સાથે એકત્ર થયા હતા. આ તકે યુવક-યુવતીઓના માતા-પિતા સહિત સંસ્થાના સભ્યો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ તકે યુવતી એ પોતાના જીવનસાથીની પસંદગી બાબતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ તેનો પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જૈન સોશ્યલ કલબના આ કાર્યક્રમમાં માંડવી ચોક દેરાસરના પ્રમુખ જીતુભાઈ દેસાઈ,  ધારાશાસ્ત્રી  અનિલભાઈ દેસાઈ કમલેશભાઈ શાહ, પીયૂસભાઈ મહેતા, વિકાસભાઈ શેઠ, સૌરાષ્ટ્ર રીજયનના ચેરમેન અનિલ દોશી, નિલેશભાઈ કોઠારી, જે.એસ જીના ફેડરેશનના નિલેશભાઈ કામદાર, મહેન્દ્ર ભાઈ ભરવાડા, ઉમેશભાઈ, શેઠ, જીગ્નેશભાઈ મહેતા, વૈભવ સંઘવી, મેહુલ શાહ, પ્રકાશભાઈ કોઠારી, જેબીઓના હર્ષિલ ભાઈ શાહ, હિતેશભાઈ શાહ, રાજુભાઈ કાચવાળા, જૈન જાગૃતિ ના કચ્છ રાપરના પ્રમુખ જયેશભાઈ દોશી, દાતા  નીતિનભાઈ કામદાર, હિતેશભાઈ મહેતા, મનીષભાઈ સુનિલભાઈ શાહ, જયભાઇ ખારા, ભારતીબેન લાઠીયા, ગીરીશભાઈ મહેતા, દર્શન ભાઈ સંઘવી સનઇન્ફ્રાકેમ કેમિકલ, સાથે શ્રી ગોંડલ રોડવેસ્ટ સ્થાનકવાસી જૈન સંઘ યુવાગ્રુપ જૈન એલર્ટ ગ્રુપ, બ્રહ્મણી સુંદરી લેડીઝ ગ્રુપ, જૈનવિઝન ગ્રુપ, જૈન વિઝન મહિલાગ્રુપ હાજર રહેલ. આ સમગ્ર  કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ ભાવિકભાઈ, ઉપપ્રમુખ કેતનભાઈ સંઘવી, મંત્રી નીરવભાઈ સહમંત્રી ચિરાગ પટેલ તથા પથદર્શક ધીરેનભાઈ મહેતા, બ્રિજેશભાઈ મહેતાએ જહેમત ઉઠાવેલ હતી.

(3:41 pm IST)