Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

ઓમનગરમાં પેવીંગ બ્લોકનું ખાતમુહુર્ત

શહેરના વોર્ડ નં.૧૧ ઓમનગર  પાર્ટ એ શેરી નં. ૭ ખાતે પરાતત્વ કોમ્પલેક્ષની બન્ને સાઇડ ટ્રેક પર પેવીંગ બ્લોક નાખવાનું કામ કોર્પોરેટર વસંતબેન મથુરભાઇ માલવીની ગ્રાન્ટમાંથી રૂ.૧,૨૦,૦૦૦ ના ખર્ચે મંજુર કરાતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે. ખાત મુહુર્ત પ્રસંગે કોર્પોરેટર વસંતબેન માલવી, ઘનશ્યામસિંહ જાડેજા, નરેશભાઇ હરસોડા, પારૂલબેન ડેર, વોર્ડ પ્રમુખ કેતનભાઇ તાળા, કિશોરભાઇ વાગડીયા, પ્રકાશભાઇ વેજપરા, મયુરભાઇ માલવી, ગીતાબેન સોજીત્રા, હેતલબેન અકબરી, સંગીતાબેન પાનસુરીયા, હરેશભાઇ મોણપરા, નયનાબેન ખાંટ, ટીનાબેન ભાલોડીયા, મહેશભાઇ રાવલ, ચંદુભાઇ માલવી, ભીખુભાઇ ગોંડલીયા, મુકેશભાઇ માલવી, ભાવેશ મારૂ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:39 pm IST)