Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

માંડવી ચોક દેરાસરે કાલે સરસ્વતી સન્માન

કાઠીયાવાડ બાલાશ્રમ સહિત જૈન સમાજના ૨૫૦ વિદ્યાર્થીઓનું

રાજકોટ,તા.૨૨: ૧૯૩ વર્ષ પ્રાચીન તીર્થ શ્રી સુપાર્શ્વનાથ જીનાલય માંડવી ચોકમાં શ્રી સરસ્વતી સન્માનનો ભવ્યા- તિ- ભવ્ય આયોજન કાલે તા.૨૩ને રવિવારે સવારે ૯:૩૦ કલાકે રાખવામાં આવેલ છે.

જેમાં ધો.૧૦ અને ૧૨ના ૬૦ટકા થી ઉપરના વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓનું ભવ્ય સન્માનનું આયોજન કરેલ છે. કાઠીયાવાડ બાલાશ્રમ સહિત કુલ ૨૫૦ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા કવર આપી સન્માનાશે.

ઉપરાંત દાતા પરીવારનું પણ સન્માન કરવામાં આવશે. જેમાં મુખ્ય દાતા પરીવાર જે.જે.દોશી એન્ડ સી.જે. દોશી ચેરીટેબલ ટ્રસ્ટ, સહાયક દાતા પરીવાર શ્રીમતી ઈંદિરાબેન અનંતરાય કામદાર, હ.રાજેશભાઈ અનંતરાય કામદાર, નિતિનભાઈ અનંતરાય કામદાર, મધુબેન જીતેન્દ્રભાઈ દોશી, સ્વ.પદમાબેન શાંતીલાલ કોઠારી, સ્વ.રમણીકલાલ રતિલાલ ગોસલીયા હ.કેતનભાઈ ગોસલીયા, નર્મદાબેન મુળચંદભાઈ દોશી હ. શ્રીમતી ચારૂલબેન હિતેશભાઈ દોશી, વોરા વેલસેર ફાઉન્ડર્સ હ.શ્રીમતી શીલાબેન ઈંદુભાઈ વોરા, નિલમબેન પ્રભુલાલ શાહ, હિતેન્દ્રભાઈ પ્રવિણચંદ્રભાઈ પારેખ, અનંતલાભ ચેરીટેબલ ટ્રસ્ટ (અદાણી બ્રધર્સ), સ્વ.યશોમતીબેન અંતરાય કોઠારી, એ.અતુલકુમાર એન્ડ કાું.,  શાહ મનસુખલાલ જીવરાજભાઈ ભાડલાવાળા (પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ), અનીષભાઈ વાઘર, કેતકીબેન, હંસાબેન સંઘવી, નવિનચંદ્ર ફુલચંદભાઈ દોશીને સન્માનાશે.

સરસ્વતી સન્માનમાં મુખ્ય મહેમાન તરીકે ડો.હિરેનભાઈ કોઠારી, એડવોકેટ પિયુષભાઈ શાહ, હરેશભાઈ વોરા, મુકેશભાઈ દોશી, મીલનભાઈ કોઠારી, મયુરભાઈ શાહ, ગીરીશભાઈ મહેતા તથા જયભાઈ ખારા પધારશે. તેમનું પણ સન્માન કરાવમાં આવશે.

કાર્યક્રમનું દિપકપ્રાગટ્ય ડો.હિરેનભાઈ કોઠારીના હસ્તે કરાશે. ઉપરાંત રેખાબેન ભદ્દેશભાઈ દોશીના હસ્તે સ્તવનની બુકની  વિમોચન કરવામાં આવશે.

સમગ્ર કાર્યક્રમ માટે પ્રોજકટ કમિટીના  મહાસુખભાઈ રામાણી, કેતનભાઈ વોરા, ભાવેશભાઈ વોરા, જયેશભાઈ દોશી, જયભાઈ શાહ, કેવિનભાઈ દોશી તથા શ્રેણીક દોશીની સાથે તમામ ટ્રસ્ટીગણ આ કાર્યક્રમમાં સહભાગી થઈ રહેલ છે. તેમ શ્રી રાજકોટ જૈન તપગચ્છ સંઘના પ્રમુખ જીતુભાઈ ચાવાળા તથા ઉપપ્રમુખ પંકજભાઈ કોઠારીની યાદીમાં જણાવાયું છે.

(3:38 pm IST)