Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

પ.પૂ.ડો.શ્રી વસંતવિજયજી મ.સા.નું આગામી ચાતુર્માસ ઈન્દોર ખાતે યોજાશે

શ્રી કૃષ્ણગિરી શકિત પીઠાધિપતિ રાષ્ટ્રસંત યતિવર્ય : તા.૧૪ જુલાઈના રોજ શ્રી ર્હીંકાર તીર્થધામમાં ભવ્ય ચાર્તુમાસ પ્રવેશઃ તા.૧૬ જુલાઈના રોજ ગુરૂપૂર્ણિમા મહામહોત્સવઃ ચાતુર્માસની ૫૫ દિવસની ભવ્ય આરાધના

રાજકોટ,તા.૨૨: શ્રી કૃષ્ણગિરી શકિત પીઠાધિપતિ યતિવર્ય ડો.શ્રી વસંતવિજયજી મ.સા.નું આગામી ચાતુર્માસ ઈન્દોર શહેરમાં આવેલ પ્રસિધ્ધ પ્રાચીન તીર્થ શ્રી ર્હીંકાર તીર્થધામ મુકામે નકકી થયેલ છે.

આગામી તા.૧૪ જુલાઈના રોજ ઈન્દોર શહેરમાં આવેલ પ્રસિધ્ધ પ્રાચીન તીર્થ શ્રી ર્હીંકાર તીર્થધામમાં રાષ્ટ્રસંત યતિવર્ય ડો.શ્રી વસંતવિજયજી મ.સા.નો ભવ્યાતિભવ્ય ચાતુર્માસ પ્રવેશ થશે. તા.૧૫ જુલાઈ- ચાતુર્માસિક ચૌદસની આરાધના યોજાશે.

ત્યારબાદ તા.૧૬મી જુલાઈનાં રોજ ઈન્દોર શહેરમાં આવેલ પ્રસિધ્ધ પ્રાચીન તીર્થ શ્રી ર્હીંકાર તીર્થધામમાં પ.પૂ.રાષ્ટ્રસંત યતિવર્ય ડો.શ્રી વસંતવિજયજી મ.સા.ની નિશ્રામાં ગુરૂપૂર્ણિમા  મહામહોત્સવ ઉજવવામાં આવશે. ગુરૂપૂર્ણિમાના આ મંગલ દિવસ પૂજય ગુરૂદેવશ્રી વસંતવિજયજી મ.સા.ના ભકતો દેશ- વિદેશના અનેક શહેરોમાંથી ઉપસ્થિત રહીને પૂજય ગુરૂદેવના વંદન તથા ગુરૂપૂજનનો લાભ લેશે તેમજ આર્શિવચન મેળવીને ધન્ય બનશે.

ઈન્દોર મુકામે શ્રી ર્હીંકાર તીર્થધામમાં પ.પૂ.રાષ્ટ્રસંત યતિવર્ય ડો.શ્રી વસંતવિજયજી મ.સા.ની નિશ્રામાં ચાતુર્માસ પ્રારંભથી સંવત્સરી સુધી ૫૫ દિવસ દરમ્યાન વિવિધ પ્રકારનાં ધાર્મિક અનુષ્ઠાનો- પૂજનો તથા વિશિષ્ટ પ્રકારની ચાતુર્માસ આરાધના તથા વિવિધ પ્રકારનાં તપ કરાવવામાં આવશે. આ વિશિષ્ટ ચાતુર્માસ આરાધના માટે જેઓને ઈન્દોર મુકામે શ્રી ર્હીંકાર તીર્થધામ મુકામે જઈને ત્યાં ૫૫ દિવસ સુધી રોકાઈને ચાતુર્માસની આરાધના કરવાની ઈચ્છા હોય તેવાં શ્રાવક- શ્રાવિકાઓ પોતાની રીતે ઈન્દોર મુકામે શ્રી ર્હીંકાર તીર્થધામ પહોંચીને આ વિશિષ્ટ આરાધનાનો લાભ લઈ શકશે.

જે શ્રાવક- શ્રાવિકાઓ આ ભવ્યાતિભવ્ય ચાતુર્માસની વિશિષ્ટ આરાધનામાં ભાગ લેવા ઈન્દોર મુકામે શ્રી ર્હીંકાર તીર્થધામ મુકામે આવશે તેઓનાં માટે તીર્થધામમાં ઉતારાની, રહેવાની તેમજ નવકારશી તથા જમવાની વ્યવસ્થા તીર્થધામ તરફથી કરવામાં  આવશે. આ વિશિષ્ટ આરાધનામાં જોડાવા માટે પધારવા દરેકને ભાવભર્યુ આમંત્રણ છે. આ અંગેની વધુ માહિતી માટે એડવોકેટ કેતન આર.ગોસલિયા (મો.૯૮૨૪૩ ૨૭૦૦૭)નો રાત્રે ૮ થી ૯ દરમ્યાન સંપર્ક કરી શકાશે

(3:38 pm IST)